Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બંગાળમાં સૌથી વધારે હિંસા થઇ : ડ્રાઇવર હેલ્મેટમાં રહ્યા

આગ અને તોડફોડના અનેક જગ્યાઓએ બનાવ : મોદીના પૂતળા ફૂંકાયા : ટ્રેન રોકવાના પણ પ્રયાસો કરાયા

નવીદિલ્હી, તા. ૮ : દેશવ્યાપી હડતાળના કારણે આજે જુદી જુદી જગ્યાઓએ હિંસક અથડામણ પણ થઇ હતી. ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ આમા જોડાયા હતા. બંગાળમાં ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ અને સીપીએમના કાર્યકરો વચ્ચે અસનસોલમાં અથડામણ થઇ હતી. બંગાળમાં તોફાનીઓથી બચવા માટે બસ ડ્રાઇવરોએ હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. બંગાળમાં સૌથી વધારે હિંસા થઇ હતી. આગ અને તોડફોડના બનાવો બન્યા હતા. કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે. અનેક ગાડીઓને રોકીને તોડફોડ કરવામાં આવી હતી. બસ ડ્રાઇવરોએ હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી. ૪૮ કલાકની દેશવ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે. ઉત્તર ચોવીસપરગના જિલ્લામાં એક સ્કુલ બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીના પૂતળા ફૂંકવામાં આવ્યા હતા. ટાયરો સળગાવવામાં આવ્યા હતા. નાકાબંધી કરવામાં આવી હતી. ટ્રેનો રોકવા માટે દેખાવકારો ટ્રેક ઉપર ઉતરી ગયા હતા. પોલીસ અને હડતાળ ઉપર ઉતરેલા સમર્થકો વચ્ચે જોરદાર ઝપાઝપી પણ ઘણી જગ્યાઓએ થઇ હતી.

(7:32 pm IST)