Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

૨૦૧૨માં ભાજપના જયંતિભાઇ ભાનુશાળીઅે જેમને હરાવ્યા હતા તે છબીલ પટેલે જ તેમની હત્યા કર્યાનો જયંતિભાઇના પત્નીનો સીધો આક્ષેપઃ જે-તે વખતે છબીલ પટેલનો સોશ્યલ મીડિયામાં આંગળીની બંદૂક બતાવી તેમની વિરૂદ્ધ કામ કરનારા દુશ્મનોને ઢિંચક્યાઉ ઢિંચક્યાઉ કરી નાખવાની ધમકીનો વીડિયો વાયરલ થયો હતો

અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી તેમની હત્યા કરી નાખેલી લાશ મળી આવી. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યાં હતાં. મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. રાતે આ ઘટનાની બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનને બે કલાક સુધી માળીયા સ્ટેશને રોકી રાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના મામલે જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં છે. ભાનુશાળીના પત્ની અને ભાઈ બંનેએ આ હત્યાનો આરોપ છબીલ પટેલ પર લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ ટ્રેનના એસી કોચમાં સાઈલેન્સરવાળી ગનથી જયંતિભાઈની હત્યા કરવામાં આવી. એવી પણ માહિતી મળી છે કે જેમના પર આ હત્યાનો આરોપ લાગ્યો છે તે છબીલ પટેલ દેશમાં જ નથી. જો તેઓ દેશબહાર હતા ત્યારે જ આ ઘટનાને અંજામ કેમ અપાયો? મૃતદેહને હાલ અમદાવાદ રવાના કરી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતક જયંતિ ભાનુશાળીના પત્નીએ આ હત્યાનો સીધો આરોપ છબીલ પટેલ પર લગાવતા કહ્યું કે આ બધુ તેણે જ કરાવ્યું છે. ગુનેગાર એ જ છે. મારા પતિને તેણે જ મરાવ્યો છે. ઝગડા ચાલતા હતાં, તેના લીધે જ આ બધુ થયું છે. આ બાજુ જયંતિ ભાનુશાળીના ભાઈ અને ડ્રાઈવરે પણ આ અંગેના આરોપ લગાવ્યાં છે.

જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુભાઈએ આ હત્યા અંગે કહ્યું કે રાજકીય કારણોસર જ તેમની હત્યા કરાઈ છે. આ હત્યાનો આરોપ તેમણે છબીલ પટેલ પર લગાવ્યો છે. શંભુભાઈના કહેવા મુજબ આ અગાઉ પણ છબીલ પટેલે કહ્યું હતું કે 'હું જયંતિ ભાઈનો રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે આ રાજકારણમાંથી તેમણે રે કાઢ્યો છે તેની પાછળ આખી ગેંગ છે.'

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ બંને રાજકીય નેતાઓ સામે સામે આવી ગયા હતાં. જયંતિ ભાનુશાળી 1980થી કચ્છના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા હતાં. અબડાસાના કોઠારા ગામના તેઓ વતની હતાં.

અત્રે જણાવવાનું કે જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈએ જયંતિભાઈની હત્યાનો આરોપ છબીલ પટેલ પર લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રાજકીય કારણોસર તેમની હત્યા કરવામાં આવી છે. આમ તો જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલની દુશ્મની પણ ખુબ જગજાહેર છે. જયંતી ભાનુશાળી પર જ્યારે દુષ્કર્મનો કેસ થયો હતો ત્યારે એવા આક્ષેપો લાગ્યા હતાં કે આ બધુ છબીલ પટેલના ઈશારે થઈ રહ્યું છે. તે સમયે છબીલ પટેલનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો હતો.

એવું કહેવાય છે કે કચ્છની અબડાસા બેઠક પરથી છબીલ પટેલ બે વખત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. તેની પાછળ ક્યાંક તો જયંતિ ભાનુશાળી જવાબદારી હતાં.2012માં વિધાનસભાની ચૂંટણી વખતે છબીલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાની વિધાનસભા ચૂંટલી લડ્યા અને જીત્યા હતાં. ભાજપના જયંતિ ભાનુશાળીને તેમણે હરાવ્યાં હતાં. ત્યારબાદ 2014માં છબીલ પટેલ ભાજપમાં જોડાયા હતાં.

વાત જાણે એમ છે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ છબીલ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે આંગળીની બંદૂક બનાવીને તેમના વિરુદ્ધ કામ કરનાર તેમના દુશ્મનોને ધમકી આપી હતી અને આંગળીનીબંદૂક બતાવીને કહ્યું હતું કે મિત્રો ચિંતા ન કરતા... દુશ્મનોને તો ઢિંચક્યાઉ ઢિચક્યાઉ. વિરોધીઓએ પણ એવો જ વીડિયો વાઈરલ કર્યો હતો જેમાં આંગળીની જગ્યાએ રિવોલ્વર બતાવી હતી.

એવું કહેવાય છે કે કચ્છની અબડાસા બેઠક પરથી છબીલ પટેલ બે વખત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. તેની પાછળ ક્યાંક તો જયંતિ ભાનુશાળી જવાબદારી હતાં.2012માં વિધાનસભાની ચૂંટણી વખતે છબીલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાની વિધાનસભા ચૂંટલી લડ્યા અને જીત્યા હતાં. ભાજપના જયંતિ ભાનુશાળીને તેમણે હરાવ્યાં હતાં. ત્યારબાદ 2014માં છબીલ પટેલ ભાજપમાં જોડાયા હતાં.

છબીલ પટેલે  કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ બેઠક પર જે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપે જયંતિ ભાનુશાળીની જગ્યાએ છબીલ પટેલને જ ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે શક્તિસિંહને ઊભા રાખ્યા હતાં. જો કે છબીલ પટેલ ચૂંટણી હારી ગયાં. એમ પણ કહેવાય છે કે ભાજપે જયંતિ ભાનુશાળીને છબીલ પટેલ માટે કામ કરવાનું કહ્યું હતું અને તેમની નિષ્ક્રિયતાના કારણે તેઓ ચૂંટણી હાર્યા હતાં.

ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે અબડાસા બેઠક પરથી ફરીથી છબીલ પટેલને જ ઊભા રાખ્યાં અને તે વખતે પણ તેઓ ચૂંટણી હાર્યાં. તેમને કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ હરાવ્યાં હતાં.

(5:07 pm IST)