Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓરિસ્સાના પૂર્વ સાંસદ નારાયણ સાહૂએ ૮૦ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પરીક્ષા આપી

નવીદિલ્હી,તા.૮: જે ઉંમરે નેતાઓ પોતાનું રાજકીય કરિયર ખતમ કર્યા બાદ આરામ કરે છે તે ઉંમરે પૂર્વ સાંસદ અને ધારાસભ્ય નારાયણ સાહૂએ બિલકુલ અલગ જ રસ્તો પસંદ કર્યો. ૮૧ વર્ષની ઉંમરમાં નારાયણ સાહૂ પીએચડીની પરીક્ષા આપી રહ્યા છે. પોતાના આ નિર્ણયથી નારાયણ સાહૂએ એ સ્પષ્ટ કરી દીધું કે અભ્યાસની કોઈ ઉંમર નથી હોતી અને અભ્યાસ કોઈપણ ઉંમરે લઈ શકાય છે. નારાયણ સાહૂ બે વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે ૮૦ વર્ષની ઉંમરમાં અભ્યાસ કરવાનો ફેસલો લીધો અને હોસ્ટેલમાં રહેવા લાગ્યા હતા.

નારાયણ સાહૂએ ઉત્કલ યૂનિવર્સિટીથી પીએચડીના અભ્યાસ માટે અરજી કરી અને કોલેજની જ હોસ્ટેલમાં રહેવા લાગ્યા હતા, ઉલ્લેખનીય છે કે સાહૂએ ૨૦૧૧માં ૭૩ વર્ષની ઉંમરે પોસ્ટ ગ્રેજ્યએશનનો અભ્યાસ કર્યો હતો જે બાજ ૨૦૧૨-૧૩માં તેમણે એમફિલ કર્યું હતું. વર્ષ ૨૦૧૬માં તેમણે પીએચડીનો અભ્યાસ શરૂ કરી દીધો અને તેઓ એક આત્મકથા પણ લખી રહ્યા છે.

કોલેજની જે હોસ્ટેલમાં સાહૂ રહે છે તેમાં તેમની પાસે એક નાનો બેડ, મચ્છરદાની, ટેબલ, જેના પર કેટલાંય પુસ્તકો અને પરિવારના સભ્યોની તસ્વીરો લાગેલ છે. જણાવી દઈએ કે સાહૂ ઓરિસ્સાના દેવગઢથી ૧૯૮૦માં સાંસદ રહી ચૂક્યા છે અને પલ્હાર સીટ પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે રાજનીતિ છોડ્યા બાદ ફરીથી અભ્યાસ કરવાનો ફેસલો લીધો હતો. સાહૂ કહે છે કે શરૂઆતમાં મને શરૂઆતમાં રાજકારણ સારું લાગતું હતું. પરંતુ જ્યારે રાજનીતિમાં મેં ઘણુંબધું ખોટું થતાં જોયું તો હું ભારે દુઃખી થયો હતો, મેં રાજનીતિ છોડી દીધી, મેં ખુદને શિક્ષણના રસ્તે ઠીક કરવાની કોશિશ કરી.

નારાયણ સાહૂ કહે છે કે રાજનીતિમાં કોઈ નિયમ અને અનુશાસન નથી, જે કારણે મેં રાજનીતિ છોડવાનો ફેસલો લીધો. જ્યારે વિશ્વવિદ્યાલયમાં મારો દાખલો થયો તો તે મારા જીવનનો સૌથી સારો દિવસ હતો. વર્ષ ૧૯૬૩માં સાહૂએ અર્થશાસ્ત્ર પર રાવેશૉ વિશ્વવિદ્યાલયથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. ૪૬ વર્ષની ઉંમરમાં સાહૂએ પોતાનો આગળનો અભ્યાસ શરૂ રાખવાનો ફેસલો લીધો. ૨૦૦૯માં તેમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કર્યો અને ૨૦૧૧માં પીજીની ડિગ્રી મેળવી લીધી. વર્ષ ૨૦૧૨માં તેમણે દર્શનશાસ્ત્ર વિષય પર એમફિલનો અભ્યાસ કર્યો હતો.(૯.૩)

(4:04 pm IST)