Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓહો! મોદી સરકારના સમર્થનમાં ઉતર્યા માયાવતી : અનામતને લઇને કરી જાહેરાત

નવી દિલ્હી તા. ૮ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ બહુજન સમાજવાદી પાર્ટીના મુખિયા માયાવતીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણો માટે ૧૦ ટકા આરક્ષણ આપવાના પ્રસ્તાવની પ્રશંસા કરી છે.

માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી ગરીબોને ૧૦ ટકા આરક્ષણ આપવાવાળા બિલનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે, હું અને મારી પાર્ટી સંવિધાન સંશોધન પ્રસ્તાવનું સમર્થન કરશે, પરંતુ તેની સાથે સાથે તેમણે ૧૦ ટકા આરક્ષણને રાજનૈતિક સ્ટંટ પણ ગણાવ્યો હતો.

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયવાતીએ કહ્યું કે, ચૂંટણી પહેલા બીજેપી આ બિલને લઇને આવી રહી છે. કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, સારું થાત જો બીજેપી પોતાના કાર્યકાળ પુરો થયા પહેલા નહીં, પરંતુ બહુ પહેલા તેને લઇને આવી હોત.

કેન્દ્રિય કેબિનેટે આર્થિક રૂપથી પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા આરક્ષણ આપવા માટે સોમવારે મંજૂરી આપી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા આ બિલને સરકારનો માસ્ટર સ્ટ્રોક પણ માનવામાં આવી રહ્યો છે. આ બિલને આજે (મંગળવારે) સંસદમાં રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, જેની ૮ લાખ વર્ષની આવક છે, ૫ હેકટરથી પણ ઓછી જમીન છે તેમને આરક્ષણ આપવામાં આવશે. ૧૦૦૦ વર્ગ ફૂટથી ઓછું મકાન છે અને જેને ૨૦૦ ગજ જમીન ધરાવતા હોય તેમને આરક્ષણનો લાભ નહીં મળે. શહેરોમાં ૧૦૦ ગજ જમીન ધરાવનાર લોકોને પણ આરક્ષણનો લાભ નહીં મળે.(૨૧.૨૭)

(3:56 pm IST)