Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભારતીયોનો નવો ટ્રેન્ડ

બચતને બદલે કરવો વધુ ખર્ચ : કમાણી કરતાં લેવી વધુને વધુ લોન

વિદેશ પ્રવાસો, લકઝયુરીયસ આઇટમો, સૌંદર્ય પ્રસાધનો માટે લ્યે છે બેધડક લોન :પશ્ચિમી દેશોનું અનુકરણ

નવી દિલ્હી તા. ૮ : ભારતીયો આવકમાં વર્ષના વધારાના પગલે બે ગણી રફતારથી લોન લઇ રહ્યા છે. આ ભારતીયોની વધતી આવકનો સંકેત તો છે જ સાથેજ તેમાં બચતની જગ્યાએ વધુ ખર્ચ કરવાનુ વલણનો પણ સંકેત આપી રહ્યો છે. ભારતીય હવે આવતી પેઢી માટે બચત કરવાની જગ્યાએ ખુદ પર ખર્ચ કરવાની પશ્ચિમી દેશોની પ્રવૃતિને પ્રાધાન્ય આપે છે. તે દેશ જ નહીં વિદેશમાં પણ સેર સપાટા, સૌંદય પ્રસાધનો અને વિલાસિતાપૂર્ણ સામનો માટે બેધડક ખર્ચ કરી રહ્યા છે.

ખર્ચની તે પ્રવૃતિ દેખાય છે કે વર્ષ દર વર્ષ ખુદર કર્જ તેજીથી વધી રહ્યો છે. લોન લેનાર ગ્રાહકોની સંખ્યાની અપેક્ષા લોનની રકમમાં ભારે વધારો થયો છે. આરબીઆઇના આકડાના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં લોનની રકમ અંદાજે ૧૬.૪ ટકાના દરથી વધી છે.જયારે લોન ખાતાની સંખ્યા અંદાજે ૭.૫ ટકા વધારો થયો છે.

ભારતીય ઘરેલુ સામનોની જરૂરિયાતો, ઘરેલુ આંતર રાષ્ટ્રીય ફલાઇટ અથવા હોટેલ બુકીંગ, લકઝરી ઉત્પાદો પર દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. નો કોસ્ટ ઇએમઆઇમ પ્રોસેસિંગ ફી જેવી સુવિધાઓના કારણે ભારતીય તેજીથી તેમની જરૂરિયાતોને પુરા કરવામાં લાગ્યા છે.

સરકારી બેંક જયાં મોટી કંપનીઓના ફસાયેલા લોન અંગે પરેશાન છે. જયારે ખુદરા લોન એટલે કે વ્યકિતગત તરીકે ગયેલા પર્સનલ લોન, ઓટો લોન વગેરે ફસાયેલી લોન ખુબજ ઓછી છે. તે કુલ એનપીએનું અંદાજે ૨ ટકા છે. ક્રેડિટ સ્કોરના કારણે લોકો સુધી લોનની પહોંચ વધી છે. ઓટો લોનમાં જયાં ૧૩ ટકાના વધારાને આ નાણાંકીય વર્ષમાં થઇ છે. જયારે રિયલ ઇસ્ટેટ બજારમાં મંદીના લીધે હોમ લોનમાં વધુ ઉછાળ આવ્યો નથી.

(3:40 pm IST)