Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સુપ્રિમ કોર્ટે આલોક વર્માને ફરી સોંપી CBIની ખુરશી પણ બાંધ્યા હાથ

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી પછડાટ : આલોક વર્માને CBI ચીફ તરીકે ફરી બહાલ કર્યા પણ નીતિગત નિર્ણયો લઇ નહિ શકે : કોર્ટે ૨૩ ઓકટોબર ૨૦૧૮ના કેન્દ્ર સરકારનો ફેંસલાને રદ્દબાતલ ઠેરવ્યો : સુપ્રિમ કોર્ટે CVCનો ફેંસલો પલ્ટાવ્યો : મામલો જશે CJI, PM અને વિપક્ષી નેતાવાળી હાઇપાવર કમિટિ પાસે જશે પછી નક્કી થશે વર્માનું ભવિષ્ય

નવી દિલ્હી તા. ૮ : સુપ્રીમ કોર્ટે સીબીઆઇના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપીને સીબીઆઇ ચીફ આલોક વર્માને રજા પર મોકલવાના સીવીસીના નિર્ણય પલટાવી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે, આલોક વર્માને હટાવ્યા પહેલા સિલેકટ સમિતિ પાસેથી સંમતિ લેવી જોઇતી હતી. જે પ્રકારે સીવીસીએ આલોક વર્માને હટાવ્યા તે ગેરબંધારણીય છે.

આ પ્રકારે વર્મા હવે સીબીઆઇ પ્રમુખનો કાર્યભાર સંભાળશે. જો કે તેઓ નીતિગત નિર્ણયો લઇ શકશે નહિ. ચીફ જસ્ટિસ રજા પર હોવાના કારણે જસ્ટિસ કે.એન.જોસેફ અને જસ્ટિસ એસ.કે.કોલની બેંચે ચુકાદો આપ્યો. વર્માના વકીલ સંજય હેગડેએ નિર્ણય બાદ કહ્યું કે, આ એક સંસ્થાની જીત છે. દેશમાં ન્યાયની પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે. ન્યાયિક પ્રક્રિયા વિરૂધ્ધ કોઇ જાય છે તો સુપ્રીમ કોર્ટ તેના માટે હાજર છે.

સીબીઆઇ અધિકારીએ સરકાર દ્વારા તેઓને રજા પર મોકલવા પર સુપ્રીમમાં અરજી કરી હતી. આજે આ મામલે ૭૫ દિવસ બાદ રાહત મળી છે. કોર્ટે સરકારને ૨૩ ઓકટોબરે આપેલા આદેશને રદ્દ કર્યો છે પરંતુ વધુમાં એ પણ ઉમેર્યું છે કે, સીવીસી તપાસ પૂર્ણ કર્યા સુધી વર્મા કોઇ મોટો નિર્ણય લઇ શકશે નહિ. તેની સાથે જ સીબીઆઇના અંતરિમ અધિકારી નાગેશ્વર રાવે નિયુકિતને રદ્દ કરી દીધી છે.

ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે સીવીસના આદેશને રદ્દ કર્યા બાદ આલોક વર્માને સીબીઆઇ અધિકારીના પદ પર નિમણુંક કરી દીધી છે. કોર્ટનું કહેવું છે કે, ડીએસપીઇ અધિનિયમ હેઠળ ઉચ્ચ શકિત સમિતિ એક સપ્તાહની અંદર તેના મુદ્દા પર કાર્યવાહી કરવાનો વિચાર કરે. જ્યાં સુધી ઉચ્ચસ્તરીય સમિતિ આલોક વર્મા પર કોઇ નિર્ણય નહિ લઇ શકે ત્યાં સુધી કોઇ મોટો નિર્ણય કરી શકશે નહિ.

ચીફ જસ્ટીસ રજા પર હોવાના કારણે જસ્ટિસ કે.એન.જોસેફ અને જસ્ટિસ એસ.કે. કૌલની બેંચે તેના પર નિર્ણય સંભળાવ્યો હતો. ૬ ડિસેમ્બરે આ મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. રાકેશ અસ્થાનાની સાથે વિવાદના કારણે તેમની સત્તા છીનવા અને રજા પર મોકલવા વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. અસ્થાના અને વર્મા વચ્ચે ભ્રષ્ટાચાર અંગે છેડાયેલી જંગ સાર્વજનિક થયા બાદ કેન્દ્રની મોદી સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એનજીઓ કામન કાજની અરજી પર પણ સુનાવણી કરી હતી. આ એનજીઓએ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગમાં એસઆઈટી દ્વારા રાકેશ અસ્થાના સહીત તપાસ એજન્સીના તમામ અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની ગરિમાને જાળવી રાખવાના ઉદેશ્યથી કેન્દ્રીય વિજિલન્સ કમિશનના કેબિનેટ સચિવને મળીને પત્રમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ બે સપ્તાહની અંદર પૂર્ણ કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સીવીસીની તપાસનું મોનિટરિંગ કરવાની જવાબદારી સેવાનિવૃત્ત જસ્ટિસ એ. કે. પટનાયકને સોંપવામાં આવી હતી.

(3:24 pm IST)