Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોદી - ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક મંત્રણા

અફઘાનિસ્તાન - પરસ્પર હીત - વ્યાપાર સહિતની બાબતો અંગે ચર્ચા

    વોશિંગ્ટન તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી સાંજે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત સાથે અમેરિકાની વેપાર ખોટ ઓછી કરવા અને અફઘાનિસ્તાનમાં બંને દેશોનો સહયોગ વધારવા વિશે ચર્ચા થઈ હતી. ન્યૂઝ એજન્સીએ આ વિશે મંગળવારે જાણકારી આપી હતી.

૧.અમેરિકાએ જણાવ્યું કે, મોદી અને ટ્રમ્પે બંને દેશો વચ્ચે રાજકીય ભાગીદારી વધારવા વિશે સહમતી બની છે. સુરક્ષા વધારવા અને એશિયા પ્રશાંત વિસ્તારમાં સમૃદ્ઘિ વિશે પ્રયત્નો વધારવાની પણ ચર્ચા થઈ હતી.

૨.અમેરિકાએ વેપાર ખોટ ઓછી કરવા ગયા વર્ષે ભારત પર એલ્યુમિનિયમ અને સ્ટીલનો આયાત વેરો વધાર્યો હતો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી પરંતુ અમેરિકન વસ્તુઓની આયાત પર ટેરિફ વધારવા વિશે નિર્ણય લેવામાં આવ્યો નહતો.

૩.અફઘાનિસ્તાનમાં અમેરિકા તેમના સૈનિકોની સંખ્યા ૧૪,૦૦૦થી ઘટાડીને ૯,૦૦૦ કરવા માગે છે. અમેરિકન અધિકારીઓએ ગયા મહિને આ વિશેની માહિતી આપી હતી. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અન્ય આતંકી સંગઠનો સામે અભિયાન ચલાવ્યું છે. અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન સેનાને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.(૨૧.૧૫)

(11:31 am IST)