Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

૧૦% બાદ દેશના દરેક નાગરિકના હાથમાં અનામત

સરકારના નિર્ણયથી દેશની લગભગ સમગ્ર વસ્તી અનામતના કોઇને કોઇ દાયરામાં આવી જશેઃ મોદી સરકારનો ફેંસલો લાગુ થયો તો લગભગ ૯૫ ટકા વસ્તીને અનામતનો લાભ મળવા લાગશે

નવી દિલ્હી તા. ૮ : મોદી કેબિનેટે ગઈકાલે આર્થિક આધાર પર અનામતનો મોટો દાવ રમ્યો છે.૮ લાખથી વધુ આવકના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતની ઘોષણા કરી છે.તેની સાથે જ હવે ભારતની અંદાજે સંપૂર્ણ વસ્તી અનામતના કોઈ ના કોઈ દાયરામાં આવે છે.ભારતમાં પહેલાથી જ જતી આધારિત અનામતની વ્યવસ્થા છે.

મોદી કેબિનેટના નવા નિર્ણયને જો લાગુ કરવમાં આવશે તો અંદાજે ૯૫ ટકા વસ્તીને અનામતનો લાભ મળશે. અનામતનો આધાર રાખવામાં આવ્યો છે પારિવારિક આવક ૮ લાખથી ઓછી હોય. ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ અને એનએસઓના રિપોર્ટના આધાર પર અંદાજે ૯૫ ટકા વસ્તી હવે આ દાયરામાં આવી આવશે.

૮ લાખ રૂપિયાના વર્ષના આવકનો અર્થ એ છે કે જો એક પરિવારમાં ૫ વ્યકિત છે તો પ્રતિ વ્યકિત આવક ૧૩ હજારથી થોડી વધુ હોય. એનએસઓ સર્વે ૨૦૧૧-૧૨ના જણાવ્યા મુજબ, પ્રતિ મહિને ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રતિ વ્યકતિ આવક ૨૬૨૫ રૂપિયા છે.અને શહેરી ક્ષેત્રોમા તે ૬૦૧૫ રૂપિયાની નજીક છે. આથી આધાર પર ૧૦ ટકા અનામત જો લાગુ થાય છે તો વધુ આવક વર્ગના ઉપરના ફકત ૫ ટકા પરિવાર જ આ દાયરાની બહાર રહેશે.

ઙ્ગ ૨૦૧૬-૨૦૧૭જ્રાક્નત્ન ફકત ૨૩ મિલિયન લોકોને જ તેમની આવક ૪ લાખથી વધુ ઘોષિત કરી.જો એ માનવામાં આવે તો કોઈ પણ પરિવારમાં ૨ કમાણી કરનાર હોય છે.જેની આવક ૪ લાખ થી ઓછી હોય છે.ત્યારે પણ એવા ૧ કરોડ પરીવાર ૮ લાખથી ઓછી આવક વર્ગના દાયરામાં આવશે.આ સંખ્યા ભારતીય વસ્તીનો લગભગ ૪ ટકા છે.

ઙ્ગ સરકાર તરફથી ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ પ્રતિ વ્યકિત આવક ૧.૨૫ લાખ જણાવામાં આવી છે.તેનો અર્થ એ છે કે કોઈ પરિવારમાં ૫ લોકો છે.ત્યારે પણ તે આવક ૬.૨૫ લાખ વર્ષની જ થશે અને તે પરિવારોને પણ આ કેટેગરીમાં અનામતનો લાભ મળશે.તેનો અર્થ એ પણ છે કે એવા પરિવાર જેની વર્ષની આવક ૮ લાખ કે તેથી વધુ હોય તેને અનામતનો લાભ મળશે નહી કારણકે તેની આવક રાષ્ટ્રીય ઔસતથી વધુ છે.સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો સરકારી આંકડાના જણાવ્યા મુજબ,એવા લોકોને ગરીબ કહી શકાય નહી.

ઙ્ગ અનામત માટે જમીનના માલિકના હક માટે જે આધાર નક્કી કરવામાં આવ્યો છે.એ પણ ખુબજ વિસ્તૃત છે.કૃષિ જનગણના આંકડા ૨૦૧૫-૧૬દ્ગક્ન જણાવ્યા મુજબ,ભારતમાં જમીનોના માલી ૮૬.૨ ટકા મલિક ૨ હેકટર સાઈઝ થી પણ ઓછા જમીનના મલિક છે જે ૫ એકરથી ઓછી જ છે.આ આધારના કારણે પણ વસ્તીનો એક ખુબજ મોટો ભાગ કવર થવાનો છે.

ઙ્ગ સરળ શબ્દોમાં કહીએ તો કોટાનો જો મોદી કેબિનેટ આ બિલને પાસ કરવામા સફળ રહી તો ભારતની ૯૫ ટકા અંડકે વસ્તીને અનામતનો લાભ મળશે.એસસી-એસટી અને ઓબીસી અનામતના દાયરામાં નહીં આવનાર એક મોટી વસ્તીને પણ અનામતનો લાભ મળશે.એસસી-એસટી વસ્તી ૨૩ ટકાની નજીક છે.અને ઓબીસી વસ્તી ૪૦-૫૦ ટકાની નજીક માનવામાં આવે છે.જોકે ઓબીસી વસ્તીનો કોઈ આધિકારિક ડેટા ઉપલબ્ધ નથી.જેથી આધારિત અનામતમાં ૨૭ થી ૩૭ ટકા વસ્તી છે.જેને અનામતનો લાભ મળશે નહી.નવા કોટા બિલ બાદ જમીની સ્ટાર પર કયાં ફેરફારો થશે તે અંગે હાલમાં કઈ પણ કહી શકાય નહી.

(2:04 pm IST)