Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

નરેન્દ્ર સિંહ તોમરના સ્થાને અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયની જવાબદારી:રાજીવ ચંદ્રશેખર જલ શક્તિ મંત્રાલય સંભાળશે

રાજ્યમંત્રી શોભા કરંદલાજેને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો:

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહ સરુતાના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. હવે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યમંત્રી શોભા કરંદલાજેને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના પ્રધાન ભારતી પ્રવીણ પવારને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

 

(10:53 pm IST)