Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

‘‘પ્રેમ ના ફુલો'' - 74

વાણીરહિત, માંગણીરહિત સ્‍વયંનુ સમર્પણ

પ્રિય લલિતા,

પ્રેમ, પ્રાણ જેને ખોજે છે, તેને મેળવી જ લે છે. વિચાર જ સઘન થઇને વસ્‍તુ બની જાય છે. સરિતા જેમ સાગર ખોળી લે છે એમ જ પ્‍યાસા પ્રાણોને પ્રભુનું  મંદિર પણ મળી જાય છે. બસ પ્રબળ પ્‍યાસ જોઇએ. જબસ અથાક સકલ્‍પ જોઇએ. બસ અનંત પ્રતિક્ષા જોઇએ.બસ પૂરી પુકાર જોઇએ. અને આ બધું-પ્‍યાસ, સંકલ્‍પ, પ્રતિક્ષા, પુકાર-એક નાનકડા શબ્‍દમાં સમાઇ જાય છે. તે શબ્‍દ છે-પ્રાર્થના, તે કૃત્‍ય નથી. તેમાં તો હોવું છે. તે ભાવ છે. તે આત્‍મા છે. તે મૂક-વાણીરહિત, માગણીરહિત, સ્‍વયંનું સમર્પણ છે. છોડો દો સ્‍વયંને અજ્ઞાનના હાથોમાં અને જે થાય તેને સ્‍વીકારો તે બનાવે તો બનો. તે મટાવે તો મટો.

-રજનીશના પ્રણામ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 am IST)