Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ઓલમ્પિક મેડ લિસ્ટ મીરાબાઈ ચાનુને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ

ચાનું એ કુલ ૨૦૦ કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો

ઓલમ્પિક મેડલિસ્ટ મીરાભાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે કુલ 200 કિલો વજન ઉઠાવીને આ મેડલ જીત્યો છે.

મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું છે. ચીનની જિયાંગ હુઈહુઆએ ચાનુ કરતા 6 કિલો વધુ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

મીરાબાઈ ચાનુએ ત્રીજા પ્રયાસમાં સ્નેચમાં 87 કિલો વજન ઉપાડ્યું. વિશ્વ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુનો ​​આ બીજો મેડલ છે. તેમણે 2017ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચાનુ આ વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા હતી.

ચાનુનું શ્રેષ્ઠ વજન 207 kg (88 kg+119 kg) રહ્યું છે. આ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પ્રથમ ઇવેન્ટ છે. પેરિસ ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગ ઈવેન્ટ્સની સંખ્યા ઘટાડીને 10 કરવામાં આવી છે.

(2:44 pm IST)