Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક માટે બસ સેવા સ્થગિત કરી

પોલીસ સુરક્ષા ચેતવણીને પગલે રાજ્ય સરકારનો નિર્ણય

 મુંબઈ : મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે પોલીસ સુરક્ષા ચેતવણીને પગલે મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક માટે બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ બુધવારે સવારે આ નિર્ણય લીધો હતો.

રાજ્યના પરિવહન વિભાગે પુષ્ટિ કરી કે પોલીસ વિભાગની સુરક્ષા ચેતવણીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલર્ટ અનુસાર, મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ સંબંધિત આંદોલન દરમિયાન કર્ણાટકમાં બસો પર હુમલો થઈ શકે છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે ફોન પર આ મુદ્દા પર ચર્ચા કરી અને બંને રાજ્યો વચ્ચે શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા સંમત થયા.

આ અંગે સીએમ બોમ્માઈએ ટ્વિટર પર લખ્યું, “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી, અમે બંને એ વાત પર સહમત થયા કે બંને રાજ્યોમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ

(2:28 pm IST)