Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

મોંઘી દાળ, શાકભાજી બાદ દૂધ, ખાંડ અને ચાની પત્તી પણ મોંઘી

ખાદ્યતેલ,ઘઉં, ચોખા અને લોટના ભાવમાં રાહત

નવી દિલ્હી: મોંઘી દાળ અને શાકભાજી પહેલાં જ સામાન્ય જનતાના રસોડાનું બજેટ બગાડી દીધું છે. એવામાં વર્ષના અંતિમ મહિનામાં દૂધ,ખાંડ,અને ચા પત્તીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.સોમવારે દેશના છુટક બજારમાં ખાંડનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વધીને 43 રૂપિયા 38 પૈસા થઇ ગયો.સોમવારે દેશના છુટક બજારમાં ખાંડનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વધીને 43 રૂપિયા 38 પૈસા થઇ ગયો.આ ઉપરાંત દૂધના ભાવમાં લગભગ 7 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ પણ 3.26 પૈસા વધીને 50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે

  બીજી તરફ શાકભાજીની વાત કરીએ તો 30 નવેમ્બર પછી 7 ડિસેમ્બર સુધી ટમાટર 37.87 ટકા મોંઘું થઇ ગયું છે. છુટક બજારમાં આજે ટામેટાનો ભાવ 49.88 રૂપિયા પ્રતિ કિલો પર છેજોકે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડાના સમાચાર છે. આંકડા અનુસાર પામ તેલનો ભાવ 102 રૂપિયાથી સરકીને 92 રૂપિયા પર આવી ગયું છે.  આ ઉપરાંત સુરજમુખી તેલનો ભાવ 124 રૂપિયાથી સરકીને 123 રૂપિયા પર આવી ગયો છે. આ ક્રમમાં મગફળીનું તેલ 156 થી 145 અને સરસિયું તેલ પણ 135 થી 132 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે

ઘઉં  ચોખા અને લોટના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઘઉંનો ભાવ 29 રૂપિયાથી સરકીને 24 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે છુટક બજારમાં લોટનો ભાવ 32 રૂપિયાથી સરકીને 28 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ચોખાની સાથે ચણા દળ અને અડદની દાળમાં પણ ઘટાડો નોંધાયો છે

(11:55 pm IST)