Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

મીગના ગુમ પાલટનો મૃતદેહ ૩૦ માઈલ દૂરથી મળી આવ્યો

૨૬ નવેમ્બરે મીગ-૨૯કે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું : ટ્રેઈની વિમાન દુર્ઘટના બાદ એક પાયલટ બચાવાયો હતો

નવી દિલ્હી, તા.૭ : ૨૬ નવેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થયેલ મિગ-૨૯કેના ગુમ થયેલા પાયલટનો મૃતદેહ મળી આવ્યો હતો. મિગ-૨૯કેના ગુમ પાયલટ કમાન્ડર નિશાંત સિહંનો મૃતદેહ દરિયાના પાણીથી ૭૦ મીટર નીચેથી મળ્યો હતો. ઇન્ડિયન નેવીના અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુમ પાયલટની શોધની લાંબી પ્રક્રિયા બાદ તેમનો મૃતદેહ ગોવા દરિયા કિનારેથી ૩૦ મીલ દુર મળ્યો હતો. ૨૬ નવેમ્બરે અરબ સાગર ઉપર સંચાલન દરમિયાન નેવીનુ મિગ-૨૯કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એક ટ્રેની વિમાન હતું. દુર્ઘટના બાદ એક પાયલટને શોધી લેવામાં આવ્યા હતા, પરંતુ અન્ય એક પાયલટની શોછ ચાલી રહી હતી. નેવીએ આપેલી માહિતી અનુસાર ૨૬ નવેમ્બરે આશરે ૫ વાગ્યે મિગ-૨૯કે અરબ સાગર પરથી પસાર થયા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે વિમાનના દુર્ધટનાગ્રસ્ત થવા પર કોઇ કારણ બહાર આવ્યુ નથી. આ મુદ્દે તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે.

(8:57 pm IST)