Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાલે દેશભરમાં ડોક્ટરો પણ વિરોધ કરશે : 10 હજાર સ્થળે દેખાવોનું એલાન

સેન્ટ્રલ મેડિકલ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન સામે મંગળવારે ડોકટરો મોટાપાયે વિરોધ દર્શાવશે

નવી દિલ્હી : ખેડૂતો પછી ડોક્ટરો પણ સરકાર સામે પણ નારાજ થયા છે.  ખેડૂતોના પગલે ડોક્ટરો પણ મંગળવારથી દેશભરમાં શેરીઓમાં ઉતરશે.  આ અંતર્ગત, કાલે, મંગળવારે, ડોકટરો દેશભરમાં 10,000 થી વધુ જાહેર સ્થળોએ વિરોધ દેખાવો કરશે.  સેન્ટ્રલ મેડિકલ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન સામે મંગળવારે ડોકટરો મોટાપાયે વિરોધ દર્શાવશે. આ નોટિફિકેશનમાં આયુર્વેદના ડોક્ટરો અને સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે જેનું દેશભરના ડોક્ટરો સખત વિરોધ કરી રહ્યા છે

(10:51 pm IST)