Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સીનીઅર સિટિઝન શાંતિથી રહી શકે તે માટે તેમના પુત્ર અને પુત્રવધૂએ ઘર ખાલી કરી દેવું જોઈએ : સીનીઅર સીટીઝન એક્ટ 2007 મુજબ આવો હુકમ કરવાનો ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને અધિકાર છે : કેરલ હાઇકોર્ટનો ચુકાદો

કેરલ : સીનીઅર સિટિઝનને શાંતિથી રહેવા મળતું ન હોવાથી તેણે પોતાના પુત્ર અને પુત્રવધૂને પોતાનું મકાન ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ આ બાબતનો ઇન્કાર થતા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે રજુઆત કરી હતી.પરંતુ આ બાબત ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટના કાર્યક્ષેત્રમાં આવતી ન હોવાનું જણાવાતા તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

 હાઇકોર્ટની  સિંગલ જજ બેન્ચના જસ્ટિસ નામદાર સતીશ નીનાનએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે સીનીઅર સીટીઝન એક્ટ 2007  મુજબ આવો  હુકમ કરવાનો ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને અધિકાર છે. અલબત્ત આ સત્તાનો પારિવારિક ઝઘડા નિવારવામાં ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

નામદાર જજે અરજદારને ન્યાય આપવા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને આદેશ કર્યો હતો.તથા તેમના કલ્યાણ માટે આ એક્ટનો ઉપયોગ કરવા સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)