Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ભારત બંધ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યને મોકલી એડવાઈઝરી કાયદો, શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા આપ્યા નિર્દેશ

અપ્રિય ઘટના રોકવા સાથે કોરોનાના દિશાનિર્દેશનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે.

નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે, તેઓ 'ભારત બંધ' દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાઓ રોકવાની સાથે જ કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખે.

ખેડુત સંગઠનો તરફથી 8મી ડિસેમ્બરે 'ભારત બંધ'નું એલાન કરવામાં આવ્યું છે. ખેડુતો તરફથી સતત તે કહેવામાં આવી રહ્યું છે કે ભારત બંધ દરમિયાન શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવશે. ખેડુતો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધને કોંગ્રેસ સહિત દેશભરના 11 રાજકિય પક્ષોએ સમર્થન આપ્યું છે.

  આ વચ્ચે દેશવ્યાપી બંધને જોતા કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલએ એડવાઈઝરી જાહેર કરતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તેઓ ભારત બંધ દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાઓને રોકવાની સાથે જ કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવે, સાથે જ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકર્તાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોરોનાના દિશાનિર્દેશનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર તરફથી સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ સત્ર દરમિયાન કૃષિ સુધાર સાથે સંબંધિત ત્રણ કાનુન પસાર કર્યાં છે. તે બાદ MSPને લઈને ખેડુતો તરફથી આ કાનુનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારત બંધને કોંગ્રેસ, રાકાંપા, દ્રમુક, સપા, ટીઆરએસ અને ડાબેરી પક્ષો જેવી ઘણી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે

(7:23 pm IST)