Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

હજુય કોરોનાથી સાવધાન રહેવાની જરૂર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવી જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આગ્રામાં મેટ્રો માટે નિર્માણ કાર્યનો વર્ચ્યૂલ માધ્યમથી શુભારંભ કરાવ્યો

નવી દિલ્હી,તા.૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં મેટ્રો માટે નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાને વર્ચ્યૂલ માધ્યમથી મેટ્રો રેલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. પ્રસંગે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી હરદીપ સિંહ સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રી અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાને દરમિયાન કરેલા સંબોધનમાં લોકોને અપીલ કરી છે કે તમામ કોરોના સંક્રમણની ગંભીરતાને સમજીને કોઈ ગફલત કરે અને તકેદારી રાખે. વડાપ્રધાને કાર્યક્રમના માધ્યમથી દેશને વેક્સીન અંગે પણ જાણકારી આપી. કોરોના વેક્સીનને લઈ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમાં વધુ વિલંબ થાય એવું લાગતું નથી. સંક્રમણથી સાવધાનીમાં કોઈ કચાસ રાખવો જોઈએ. માસ્ક અને બે ગજનું અંતર ખૂબ જરુરી છે. મોદીએ વધુમાં કહ્યું કે, આજે શહેરી ગરીબોને પણ મફત સારવાર મળી રહી છે અને મધ્યમ વર્ગને સસ્તી દવાઓ મળી રહી છે. સસ્તી સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારના પ્રયાસોથી વીજળીથી લઈને મોબાઇલ ફોન સુધી તેના પર ખર્ચ ઘણો ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલ ૮૩૭૯.૬૨ કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચથી બનનારી આગ્રા રેલ પરિયોજના હેઠળ કુલ ૨૯. કિલોમીટર લાંબા બે કોરિડોરનું નિર્માણ પ્રસ્તાવિત છે. તાજ ઇસ્ટ ગેટથી સિકંદરાની વચ્ચે લગભગ ૧૪ કેએમ લાંબો પહેલો કોરિડોર બનશે, જેમાં ૧૩ મેટ્રો સ્ટેશન હશે. બીજો કોરિડોર આગ્રા કેન્ટથી કાલિંદા વિહારની વચ્ચે નિર્મિત થશે, જેની લંબાઈ ૧૫. કેએમ હશે અને તેમાં કુલ ૧૪ મેટ્રો સ્ટેશન હશે.

(7:17 pm IST)