Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

એવોર્ડ પરત કરવા જતા ૩૦ ખેલાડીઓને અટકાવાયા

કૃષિ કાયદાનો વિરોધ વધુ તેજ બન્યો : ખેડૂતોના આંદોલનને વ્યાપક સમર્થન, બોક્સર વિજેન્દ્ર સિંહ સહિતના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ સમર્થનમા

નવી દિલ્હી, તા. : કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલનકારી ખેડૂતોને સમાજના અનેક વર્ગોનું સમર્થન મળી રહ્યું છે. સોમવારે અનેક પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ કૃષિ કાયદાઓના વિરોધમાં પોતાના એવોર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી. દરમિયાન દિલ્હી પોલીસે તેઓને રસ્તામાં રોકી લીધા હતા.

દિલ્હી બોર્ડર પર ચાલી કરેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનને વિપક્ષ સહિત લગભગ મોટાભાગના રાજકીય દળો સમર્થન આપી ચૂક્યા છે. સિવાય કેટલીક ફિલ્મી હસ્તીઓ પણ તેમના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં આવી હતી. દરમિયાન પંજાબ અને અન્ય રાજ્યોના આશરે ૩૦ પૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ પણ પોતાનુ સન્માન પરત કરવાનું એલાન કર્યુ હતું. જોકે આજ રોજ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરેલા ખેલાડીઓને દિલ્હી પોલીસે રસ્તામાં અટકાવી દીધા હતા.

નોંધનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં કેટલાક દિવસ પહેલા રીતે કેન્દ્ર સરકારને એવોર્ડ પરત કરવાની શરુઆત થઇ હતી, જેમાં સૌ પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનું પદ્મ વિભૂષણ સન્માન પરત કર્યું હતું, પછી કેટલાક લેખકો તરફથી સાહિત્ય એકેડમી એવોર્ડ પરત કરવામાં આવ્યા હતા.

પહેલા બોક્સર વિજેન્દ્ર સિંહ પણે ખેડૂતોને સમર્થન આપવા દિલ્હી બોર્ડર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એલાન કર્યુ હતું કે જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને પરત નથી ખેંચતી તો તેઓ પોતાનો ખેલ રતન પરત કરશે. તેમની પહેલા રેસલર ખલીએ પણ ખેડૂત આંદોલનને સમર્થન કર્યુ હતું.

(7:16 pm IST)