Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ જાન્યુઆરી 2021 થી શરૂ : ન્યુદિલ્હીથી શિકાગો ફ્લાઇટ પણ શરૂ કરી દેવાશે : એર ઇન્ડિયાની 238 સીટની બોઇંગ -777-એરક્રાફ્ટ સાથે 11 જાન્યુઆરી 2021 થી સેવાઓ શરૂ કરાશે

સાન ફ્રાન્સિસ્કો :  11 જાન્યુઆરી 2021 થી એર ઇન્ડિયાની 238 સીટની બોઇંગ -777-એરક્રાફ્ટ સેવાઓ શરૂ થઇ રહી છે.જે બંને ટેક્નોલોજી શહેરને જોડવા માટે સૌપ્રથમ નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરશે.ઉપરાંત ન્યુદિલ્હીથી શિકાગો ફ્લાઇટ પણ શરૂ કરી દેવાશે .

બેંગ્લુરુથી સાન ફ્રાન્સિસ્કો જનારી ફ્લાઇટ નવા વિક્ર્મનું સર્જન કરશે.જે મુજબ 14  હજાર કિલોમીટર જેટલું અંતર લાબું  કાપનારી તેવી એર ઇન્ડિયાની આ સૌપ્રથમ ફ્લાઇટ બનશે.જે 16 કલાકનો સમય લેશે.

આ ફ્લાઈટનું બુકીંગ 25 નવેમ્બરથી શરૂ કરી દેવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:42 pm IST)