Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

AAHOA ના વાઇસ ચેરમેન શ્રી વિનય પટેલની ' યુ.એસ.ટ્રાવેલ એન્ડ ટુરિઝમ બોર્ડ ' માં નિમણુંક : દેશના સેક્રેટરી ઓફ કોમર્સ સમક્ષ ટ્રાવેલ તથા ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી અંગેના પ્રશ્નોની રજુઆત કરશે

ન્યુયોર્ક : એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન ( AAHOA ) ના વાઇસ ચેર ઇન્ડિયન અમેરિકન શ્રી વિનય પટેલની ' યુ.એસ.ટ્રાવેલ એન્ડ ટુરિઝમ બોર્ડ ' માં નિમણુંક થઇ છે.

બે વર્ષની મુદત માટે થયેલી નિમણુંક અંતર્ગત તેઓ દેશના સેક્રેટરી ઓફ કોમર્સ સમક્ષ ટ્રાવેલ તથા ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી અંગેના પ્રશ્નોની રજુઆત કરશે .
ઉપરોક્ત નિમણુંક મળવા બદલ શ્રી પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.તથા કોવિદ -19 ની મહામારીમાંથી બહાર આવી રહ્યા પછી આ ઇન્ડસ્ટ્રી દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

(6:09 pm IST)