Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

94 વર્ષના બ્રિટનના ક્‍વિન અને 99 વર્ષના પ્રિન્‍સ ફલીપને વેક્‍સિન આપવાથી પોઝીટીવ મેસેજ જતો હોવાથી તેમને રસી આપવાનો નિર્ણય

ત્રણ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જોર્જ ડબ્લ્યૂ બૂશ અને બિલ ક્લિન્ટન સાર્વજનિક રીતે કોરોના વેક્સિન લગાવવા માટે તૈયાર છે. હવે રિપોર્ટ્સનું કહેવું છે કે, બ્રિટનના ક્વિન એલિજાબેઝ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપને સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સિન આપવામાં આવશે. બે મોટા દેશોના સૌથી મોટા પ્રતિનિધિત્વમાંથી એક, આ હસ્તીઓને કોરોના વેક્સિન આપવા પર સાર્વજનિક ચર્ચા થવી મોટી વાત છે. આનાથી ના માત્ર વેક્સિનને પ્રોત્સાહન આપવા અને જાગૃત્તા ફેલાવવામાં મદદ મળશે, સાથે જ જે રીતે ઓનલાઈન ફેક માહિતીઓનો પૂર આવેલો છે, તેનાથી પણ લડવામાં મદદ મળશે.

ક્વિન એલિઝાબેથનું વેક્સિન લેવું મહત્વપૂર્ણ કેમ છે?

ફાઈજર વેક્સિનને બે ડિસેમ્બરે યૂકેમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ અનુસાર, વેક્સિન પ્રાથમિકતાના આધાર પર સૌથી પહેલા કેર હોમમાં રહેનારા વૃદ્ધો અને ત્યાં કામ કરનારા લોકોને આપવામાં આવશે. પછી પ્રાથમિકતાની આ યાદીમાં 80 વર્ષની ઉંમરથી વધારેના લોકો છે.

જો હવે 94 વર્ષની ક્વિન અને 99 વર્ષના પ્રિન્સ ફિલીપને વેક્સિન આપવામાં આવે છે તો લોકોમાં વેક્સિનને લઈને પોઝિટિવ મેસેજ તો જશે જ, સાથે વિશ્વાસ પણ વધશે. આમ પણ ક્વિન એલિઝાબેથને બ્રિટિશ સોસાયટીમાં ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને જ્યારે તેઓ પોતે વેક્સિનેશન કરાવવા માટે આગળ આવે છે તો આના વિરૂદ્ધ ચાલી રહેલ મિસ-ઈન્ફર્મેશનને કાઉન્ટર કરી શકાશે.

ધ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1957માં પણ એવું જોવા મળ્યું હતું, જ્યારે પોલિયોની વેક્સિનના સંભવિત ખતરાને લઈને ચિંતાઓ હતી. એવા સમયમાં ક્વિને જાહેરાત કરી કે, પ્રિન્સ ચાર્લ્સ અને તેમની બહેન પ્રિન્સેજ એનીને વેક્સિન લગાવવામાં આવશે. જણાવી દઈએ કે, આ રજવંશજો પણ કોરોનાથી બચી શક્યા નથી. પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર વિલિયમ કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે. બ્રિટનમાં લગભગ 17 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત છે, જ્યારે લગભગ 60 હજારો લોકોના મોત થઈ ગયા છે.

 વિશ્વાસ વધારવામાં માટે ઓબામા-બુશ-ક્લિંટન રસી મૂકાવવા થયા છે તૈયાર

અમેરિકાની વાત કરીએ તો સીએસએસઈ અનુસાર, આ દેશ દુનિયામાં સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ છે, અહીં સંક્રમિતના 1 કરોડ 47 લાખથી વધારે કેસ અને 2 લાખ 82 હજારથી વધારે મોત નોંધાયેલી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઢીલા વલણની પણ આ દરમિયાન ખુબ જ ટીકા થઈ છે. એવામાં કોરોના વેક્સિનને ડ્યારે મંજૂરી મળવાની તૈયારી છે અને સાથે-સાથે મહામારીના ડર વચ્ચે અમેરિકામાં વેક્સિનને લઈને અલગ-અલગ રીતની અટકળો લગાવામાં આવી રહી છે. એવામાં ત્રણ પોપ્યુલર પૂર્વ રાષ્ટ્રપતિ સામે આવીને વેક્સિનમાં દેશનો વિશ્વાસ વધારવાની કવાયત કરતા નજરે પડી રહ્યાં છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ SiriusXMને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડો. ફાઉચી પર વિશ્વાસ છે. ડો. એંથની ફાઉચી અમેરિકામાં સંક્રમિત બિમારીઓના ટોપ એક્સપર્ટ છે.

ઓબામાએ કહ્યું કે, જ્યારે વેક્સિન ઓછા રિસ્કના લોકો માટે ઉપલબ્ધ થશે, તો તેઓ તેને જરૂર લેશે. તેમને લોકોમાં જાગૃત્તા વધારવાને લઈને કહ્યું, “હું કદાચ આને ટીવી (સાર્વજનિક રીત) પર લઈશ અથવા તેને રેકોર્ડ કરીશ, જેથી લોકોને ખબર પડી શકે કે, હું સાયન્સમાં વિશ્વાસ કરૂ છું, કોવિડથી સંક્રમિત થવામાં નહીં.

બુશના ચીફ સ્ટાફ, ફ્રેડી ફોર્ડે અમેરિકન પબ્લિકેશન સીએનએને કહ્યું કે, તેમને ડો. ફાઉચી અને વ્હાઈટ હાઉસના કોરોના વાયરસ રિસ્પોન્સ કોઓર્ડિનેટરથી વેક્સિનને પ્રમોટ કરવાને લઈને સંપર્ક કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનના પ્રેસ સચિવે પણ સીએનએનને કહ્યું છે કે, વેક્સિનને પ્રમોટ કરવા માટે ક્લિંટન પબ્લિક પ્લેટફોર્મ પર વેક્સિન લગાવવા માટે તૈયાર છે.

આમ દેશ અને દુનિયામાં તેમની શાખ છે, તેવા દિગ્ગજો પોતે આગળ ચાલીને સામે આવી રહ્યાં છે કે, તેઓ આ મહામારીથી લડવા માટે વેક્સિન પર વિશ્વાસ કરે છે અને તેમના સમર્થકો-પ્રશંસકોને પણ કરવો જોઈએ.

(4:55 pm IST)