Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

આંધ્ર પ્રદેશની રહસ્યમય બીમારીનો તાગ મેળવવા ડોકટરોની ખાસ ટીમ એલુરૂ પહોંચી

સીએમ રેડ્ડી પણ દર્દીઓની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજશે

નવી દિલ્હી, તા.૭: દેશ દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આંધ્ર પ્રદેશમાં રહસ્યમયી બિમારી ફેલાઇ રહી છે. રાજયના એલુરુ જિલ્લામાં રવિવારે આ બિમારીથી એક વ્યકિતનું મોત થયું છે. જયારે ૨૯૧ લોકોની હાલત ખરાબ થવા પર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પશ્ચિમી ગોદાવરી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાનુંસાર આમાં ૧૪૦ લોકોને સારવાર બાદ દ્યરે મોકલી દેવાયા છે. જયારે અન્ય લોકોની હાલત સ્થિર છે.

અધિકારીઓના જણાવ્યાનુંસાર હજું સુધી એ વાતની ખરાઈ નથી થઈ શકી કે કઈ બિમારીના કારણે લોકો અચાનક બિમાર પડી રહ્યા છે. આ બિમારીની ઝપેટમાં આવનારાને દોરા પડવા, મન બેચેન થવા જેવી સમસ્યા થઈ રહી છે. રવિવારે બેચેની અને વઈના દોરા પડવાની સમસ્યાના કારણે ૪૫ વર્ષના એક વ્યકિતને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જયાં તેનું મોત થયું હતું.

અચાનક ફેલાયેલી આ રહસ્યમયી બિમારીના કારણે એલુરુ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. મળતી જાણકારી મુજબ બિમારીથી ગ્રસ્ત થયેલા મોટા ભાગના લોકો મિનિટોમાં સાજા થવા લાગ્યા છે. પરંતુ રવિવારે ઓછામાં ઓછા ૭ લોકો સારી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બિમારીની સારવાર માટે ડોકટરોની સ્પેશિયલ ટીમ પણ એલુરુ પહોંચી ગઈ છે. આ સાથે અન્ય બિમારીના લોકોની ઓળખ માટે ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કરી રહ્યા છે.

રાજય સ્વાસ્થ્ય આયુકત કતામાનેની ભાસ્કરે પણ આ દ્યટનાની જાણકારી થતાં તાત્કાલીક એલુરુ પહોંચ્યા અને ત્યાંની સ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતુ. રાજયપાલ વિશ્વભૂષણ હરિચંદને પણ આ ઘટનાનું નિરિક્ષણ કરતા સ્વાસ્થ્ય અધિકારીઓને બિમાર લોકોની સારી સારવાર માટે નિર્દેશ આપ્યા છે. સોમવારે મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી પણ સ્થિતિનું અવલોકન કરવા એલુરુના દર્દીઓને મળવા હોસ્પિટલ જશે. આ બાદ સમીક્ષા બેઠક કરશે.

ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે પણ પ્રમુખ સચિવ નીલમ સાહની સાથે વાત કરી હતી. જાણકારી આપવામાં આવી કે મલ્કાનગિરિથી એમ્સના ૫ ડાઙ્ખકટરની ટીમ પણ વેસ્ટ ગોદાવરી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાત કરી. વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ સાંસદે અંદાજો વ્યકત કર્યો કે કોઈ ઝેરી પદાર્થના કારણે આ બિમારી ફેલાયી હોય.

(3:48 pm IST)