Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કન્નોજ જઇ રહેલા અખિલેશ યાદવની ધરપકડ

ખેડુત આંદોલન બન્યુ આક્રમકઃ ટવિટ દ્વારા સરકાર પર કર્યા પ્રહાર

નવી દિલ્હી, તા.૭: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કૃષિ કાયદાની વિરુદ્ઘ હંગામો ચાલુ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આજે કિસાન યાત્રાની શરૂઆત કરી રહ્યા છે પરંતુ લખનૌમાં તેમને દ્યરની નજીક જ રોકી દેવામાં આવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે તેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જયારે અખિલેશ દ્યરની બહાર ધરણા પર બેઠા હત ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તમામ વિરોધ છતાં અખિલેશ યાદવ પગપાળા કન્નૌજ જવા રવાના થઈ રહ્યા છે અને રસ્તા પર જ ધરણા પર બેઠા છે. અખિલેશ યાદવે કહ્યું કે જો ખેડુતો માટે બનાવાયેલા કાયદાથી ખેડુતો ખુશ નથી, તો સરકારે તેને પાછો લેવા જોઈએ. સરકાર ખેડૂતોનો અવાજ સાંભળી રહી નથી.

અખિલેશ યાદવે કહ્યું કે તેમના કાર્યકરો રાજયના અનેક જિલ્લાઓમાં ધરપકડ કરી રહ્યા છે, પરંતુ હવે અમને કન્નૌજ જવાની મંજૂરી નથી. જો તેમને જેલમાં પુરવા છે, તો તેઓ અમને જેલમાં પણ મૂકી શકે છે.

અખિલેશ યાદવે કહ્યું કે હું કન્નૌજ જઇ રહ્યો છું, ગાડી રોકી દેવામાં આવી છે પરંતુ હું જયાં સુધી શકય ત્યાં ચાલીને જઇશ. અખિલેશે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે ખેડુતોને બરબાદ કરે છે તેવો કાયદો લાવવામાં આવ્યો છે.

અખિલેશ યાદવે આ જ મુદ્દા પર એક કવિતાને ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'જયા સુધી આંખ જાય ત્યાં સુધી લોકો તમારી વિરુદ્ઘ છે, હે જુલમી, તમે કોને-કોને નજરકેદ કરશો?'

અખિલેશ યાદવને સોમવારે કન્નૌજ જવાનું હતું, જયાં તેમણે સમાજવાદી પાર્ટી દ્વારા બોલાવાયેલી કિસાન યાત્રા શરૂ કરવાની હતી. પરંતુ સોમવારે સવારે લખનૌના વિક્રમાદિત્ય માર્ગ પર એસપી ઓફિસથી અખિલેશ યાદવના દ્યરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ સમય દરમિયાન, અહીં કોઈપણની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

(3:32 pm IST)