Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

૨૦ ટકા જેટલો થશે ભાવ વધારો

ટીવી - ફ્રીઝ-એસી- વોશિંગ મશીન મોંઘા થશે

નવી દિલ્હી, તા.૭: જો તમે આ ફેસ્ટિવ સીઝનનાં ઇલેકટ્રોનિકસ ગુડસ પર છુટનો ફાયદો નથી ઉઠાવ્યો તો તમારા માટે આ ડીલ હવે મોંઘી સાબિત થશે. ટુંક સમયમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એર કંડીશનર, માઇક્રોવેવની કિંમતમાં ૨૦ ટકાનો વધારો થશે.

જો કે આ પ્રોડકટસની કિંમતમાં ૧૫-૪૦ ટકાનો વધારો થવાનો છે. ઇન્ડસ્ટ્રીઝના લોકોનું કહેવું છે કે ફેસ્ટિવ સીઝનમાં સારૂ વેચાણ થયું હતું અને જુનો સ્ટોક ખાલી થયો છે.

નવા પ્રોડકસની કિંમતમાં અચાનાક તેજી આવી છે જેની અસર માંગ પર ૫ણ અસર જોવા મળશે. નવી તિમાહીમાં માંગ થતા ઘટાડાની અસર સ્પષ્ટ જોવા મળશે. નવી તિમાહીમાં માંગમાં થતા ઘટાડાની સ્પષ્ટ અસર દેખાશે પરંતુ અમારી પાસે કોઇ વિકલ્પ પણ નથી.

આ પ્રોડકટસને તૈયાર કરવામાં કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક અને ફોર્મિગ એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક અને ફોર્મિગ એજેન્ટસનું ખુબ જ ઉપયોગ થશે. આ સામાન ખુબ જ મોંઘા થયા છે. દરિયાઇ માર્ગનું ભાડુ ૪૦ થી ૫૦ ટકા વધ્યું છે. ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે ફેસ્ટિવ સીઝન દરમ્યાન અને આ પ્રાઇઝ હાઇકેન કન્મ્યૂઝર્સ પર પાસ કર્યુ નથી પરંતુ હવે અમારી મજબુરી છે કે કિંમતમાં વધારો કરવામાં આવે.

(3:31 pm IST)