Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

માયાવતીની માયા : આર્થિક સહયોગ દિવસ તરીકે ઉજવશે જન્મદિવસ

પક્ષના નેતાઓ અને કાર્યકરોએ દોઢ મહિનામાં એક અબજ એકઠા કરવાના છે, જે વધુ દાન ભેગુ કરશે તેને જ મળશે ટિકીટ

લખનૌ, તા.૭ : ચૂંટણી લડવા માટે બેંક બેલેન્સ હોવું મહત્વનું છે. જે રાજકીય પક્ષ પાસે જેટલા વધારે રૂપિયા હોય તે એટલી મજબૂતીથી ચૂંટણી લડી શકે છે. આ એક સત્ય છે. આના માટે દરેક ચૂંટણી પહેલા રાજકીય પક્ષો ફંડ માટે પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે. આવી જ સ્ટ્રેટેજી તૈયાર કરી છે. બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષા માયાવતીએ.

સમાચારો અનુસાર, બસપા પ્રમુખે પોતાના જન્મદિવસ પર પક્ષના નેતાઓ અને કાર્યકરોને એક અબજ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય આપ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો બસપાનો જે નેતા કાર્યકર્તા જન્મ દિવસના બહાને જેટલુ વધારે ફંડ એકઠું કરશે, ર૦રરની વિધાનસભા ચૂંટણીમાં તેની ટિકીટની દાવેદારી એટલી પાકી માનવામાં આવશે. ૧પ જાન્યુઆરીએ માયાવતીનો જન્મ દિવસ છે. બસપા પ્રમુખના નિર્દેશ પર પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સંગઠનને મજબૂત કરવાની સાથે જ પક્ષને આર્થિક રીતે મજબૂત કરવાના અભિયાનમાં લાગી ગયા છે. તેમની સામે લગભગ એક મહિનામાં ૧૦૦ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે.

(3:29 pm IST)