Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

આંધ્રપ્રદેશનો ચોંકાવનારો કિસ્સો

છાત્રએ પ્રેમી છાત્રોને કલાસરૂમમાં જ મંગળસૂત્ર પહેરાવી સેંથો પણ પૂર્યોઃ બંનેની હકાલપટ્ટી

હૈદ્રાબાદઃ આંધ્રપ્રદેશમાં એક સ્કૂલમાં છાત્રએ કલાસરૂમમાં જ પ્રેમી છાત્રાને મંગળસૂત્ર પહેરાવી સેંથો પૂરવાની ઘટના સામે આવતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ  મચી ગયો છે.

બંને માઇનોર છે એન ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે. બાળ વિવાહ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બંનેનું કાઉસલીંગ પણ કરવામાં આવેલ. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયેલ. મેનેજમેન્ટે બંનેને સ્કૂલમાંથી કાઢી મૂકયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારના લગ્ન અમાન્ય છે. બંનેના પરિવાર સાથે વાતચીત કરાઇ રહી છે. વિડીયો ઉતારનાર અને ત્યાં હાજર લોકોને પોલીસ શોધી રહી છે.

(2:54 pm IST)