Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બ્રિટનમાં ડોકટરો-નર્સોની પહેલા ૮૦ વર્ષથી ઉપરના લોકોને વેકસીન અપાશે

આ આયુવર્ગમાં દાખલ થનાર અને મૃત્યુ પામનાર દર્દીઓ સૌથી વધુ

લંડન : ફાઇઝરની કોરોના રસીની પહેલી એપ બ્રિટનને મળી ગઇ છે. સાથે જ બ્રિટને જાહેરાત કરી છે કે રસીકરણના પહેલા તબક્કામાં ડોકટરો -નર્સોને પ્રાધાન્ય નહીં અપાય, પણ  ૮૦ વર્ષથી વધુ ઉમરના લોકો, નર્સિંગ હોમમાં કામ કરનાર કર્મચારીઓને અપાશે.

ઘણા સ્વાસ્થ્ય કર્મીઓએ વેકસીનની પહેલા જ બુકીંગ કરાવ્યું છે. બ્રિટીશ સ્વાસ્થ્ય સેવા એનએચએસ સાથે જોડાયેલ મુખ્ય અધિકારી મુજબ આ મહિને બ્રિટનને ૮ લાખ ડોઝ મળશે અને બની શકે થોડા સમય માટે આટલાથી જ સંતોષ માનવો પડે.

સાથે જ બ્રિટન વેકસીનને એક સ્થળેથી બીજા સ્થળે સફળતાપૂર્વક લઇ જનારો પ્રથમ દેશ બન્યો છે. રસીનું સ્ટોરેજ અને રખરખાવ પણ પડકારપૂર્ણ છે. અમેરિકા પણ જલ્દી જ વેકસીનને મંજુરી આપી શકે છે. વડીલોને સૌપ્રથમ વેકસીન દેવાનું કારણ સંક્રમણ બાદ મૃત્યુદરના સૌથી વધુ આંકડા અને દાખલ થનારા પણ આ આયુવર્ગના જ છે.

(2:51 pm IST)