Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અમેરિકા : ૫ દિ'માં કોરોનાના ૧૦ લાખ નવા કેસ

દેશમાં અત્યાર સુધીમાં ૨,૮૧,૧૯૯ના મોત થયા છે

નવી દિલ્હી તા. ૭ : અમેરિકામાં જાન્યુઆરી ૨૦૨૦માં કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદ અંદાજે ૧૦૦ દિવસમાં કોરોના સંક્રમણના કેસ ૧૦ લાખ સુધી પહોંચ્યા હતા. પરંતુ હવે અમેરિકામાં ફકત પાંચ દિવસમાં કોવિડના ૧૦ લાખ નવા કેસ નોંધાયા છે. સીએનએનના રીપોર્ટમાં જોન્સ હોફકિન્સ યુનિવર્સિટીના આંકડાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ગયા સપ્તાહે મંગળવારથી શનિવાર સુધી કોરોનાના ૧૦,૦૦,૮૮૨ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૪૫ લાખથી વધુ થયા છે. દેશમાં હવે આ મહામારીથી ૨,૮૧,૧૯૯ના મોત થયા છે.

નવેમ્બરમાં કોરોનાના દરરોજ કેસની સંખ્યા ખૂબ જ તેજીથી વધી રહી છે. પ્રથમવાર તે કેસ ૧૦ લાખ સુધી પહોંચ્યા છે. તેની સાથે-સાથે હોસ્પિટલો પણ ભરતી થવાનો આંકડો વધ્યો અને મૃત્યુઆંક પણ વધ્યો. ડિસેમ્બર મહિનાના બીજા દિવસે સમાપ્ત થયેલા ૨૪ કલાકમાં ૨,૦૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે.  કોવિડ ટ્રેકીંગ પ્રોજેકટના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસમાં ૧ લાખથી વધુ કોરોનાના દર્દીઓ દેશભરમાં દાખલ કરવામાં આવ્યા છે.

(12:59 pm IST)