Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સંઘ સાથે જોડાયેલા સંગઠનો આ મામલે ખેડૂતો સાથે

MSP બન્યો સરકાર માટે ''ગલે કે હડ્ડી'' હવે ''ઘરના'' પણ ગેરન્ટી માંગવા લાગ્યા

નવી દિલ્હી તા. ૭: ત્રણ નવા કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે ચાલી રહેલ કિસાન આંદોલનનો મુખ્ય મુદ્દો એમએસપીની કાનુની ગેરંટીનો બનેલો છે. એમએસપીના સવાલ પર આંદોલનકારી ખેડૂત સંગઠન જ નહીં પણ સંઘના આનુષંગિક સંગઠન પણ સરકારની વિરૂધ્ધ છે. જો કે આ માંગણી સાથે જોડાયેલી જટીલતાઓને કારણે સરકાર પુર્ણપણે અસમંજસમાં છે.

સરકારના સુત્રોનું પણ કહેવું છે કે જો એમએસપીની કાનૂની ગેરંટીની જાહેરાત કરી દેવામાં આવે તો ત્રણે કાનુનોને પાછા ખેંચવાની માંગણી ઢીલી પડી શકે છે કેમ કે સરકાર પહેલા જ આ કાયદાઓની કેટલીક જોગવાઇઓમાં સુધારા કરવા તૈયાર છે. એટલે કે સરકાર ખેડૂતો સીધો અદાલતનો દરવાજો ખટખટાવે, એન.એસ.આર. ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રદુષણ કાનુનમાં ફેરફાર કરવા, ખાનગી ખરીદકર્તાઓ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા અને નાના ખેડૂતોના હિતોની રક્ષા માટેની જોગવાઇઓમાં જરૂરી ફેરફાર કરવા તૈયાર છે.

પાંચમા તબકકાની મીટીંગ પણ નિષ્ફળ રહ્યા પછી સરકારમાં આંદોલનને સમાપ્ત કરાવવા માટે મથામણ ચાલી રહી છે. સરકારની મુખ્ય ચિંતા એમએસપી બાબતે છે. કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારી વચ્ચે શનિવાર રાતથી જ કેટલાય તબક્કાની વાતચીત થઇ છે. તેના પર અંતિમ નિર્ણય લેતા પહેલા સરકાર ૮ ડીસેમ્બરે ખેડૂત સંગઠનો તરફથી અપાયેલ ભારત બંધ દ્વારા તેમની તાકાતને જાણવા માંગે છે.

(12:58 pm IST)