Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

પીએમ કેયર્સ ફંડમાં ૧૦૧ જાહેર એકમોના સ્ટાફે પગારમાંથી ૧૫૫ કરોડ આપ્યા

ઓએનજીસીના કર્મચારીઓએ સૌથી ૨૯ કરોડ રૂપિયા આપ્યા

નવી દિલ્હી, તા. ૭ :. કોરોના મહામારી દરમિયાન બનાવવામાં આવેલા પીએમ કેયર્સ ફંડમાં ઓએનજીસી, બીએસએનએલ સહિત જાહેર ક્ષેત્રના ૧૦૧ ઉપક્રમોના સ્ટાફે પોતાના પગારમાંથી લગભગ ૧૫૫ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યુ છે.

આરટીઆઈ થકી આ માહિતી મળી આવી છે. ઓએનજીસીએ સ્ટાફના પગારમાંથી રૂ. ૨૯.૦૬ કરોડ આપ્યા છે. જે ટોપ પર છે. બીએસએનએલના સ્ટાફે ૧૧.૪૩ કરોડ આપ્યા છે.

કુલ મળીને ૨૪ જાહેર એકમોના કર્મચારીઓએ પગારમાંથી પીએમ કેયર્સ ફંડમાં ૧ કરોડ રૂ. કે તેથી વધુનુ યોગદાન આપ્યુ છે.૩૧ માર્ચ સુધી આ ફંડમાં ૩૦૭૬.૬૨ કરોડ રૂ. જમા હતા. જેમાંથી ૩૦૭૫.૮૫ કરોડ સ્વૈચ્છીક યોગદાન સ્વરૂપમાં હતા.

(11:40 am IST)