Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ઉજ્જૈનમાં ભૈરવ અષ્ટમી પર્વમાં સામેલ થતા મહાકાલ મંદિરના પૂજારી દિેનશ ગુરૂજી -રમણ ગુરૂજી

નાકોડ ભૈરવ દેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ પૂ.વસંત વિજયજી મ.સા.ની નિશ્રામાં દુર્લભ-દિવ્ય મંત્રોચ્ચારઃ મારા જીવનમાં આવું દિવ્ય આયોજન નથી નિહાળ્યુઃ સમસ્ત જીવોના કલ્યાણ માટે જપ-હવન સાધનાઃ દિનેશ ગુરૂજી

ઉજ્જૈનઃ કળયુગના ચમત્કારીક દેવશ્રી નાકોડા ભૈરવ દેવની વિશ્વ ઇતિહાસની સૌથી મોટી પ્રતિભા ઉજ્જૈનના શાંતમ આશ્રમમાં સ્થાપીત કરાઇ છે. કૃષ્ણગીરી શકિતપિઠાધિપતિ પ.પૂ.ડો.વસંત વિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં ૨૧ ફુટની નાકોડા ભૈરવ દેવની વિશાળ પ્રતિમાની સમક્ષ ભૈરવ અષ્ટમી પર્વ દરમિયાન જાપ, હવન અને સાધના શિબીરમાં દુર્લભ મંત્રોના લાખો કરોડો જાપ ચાલી રહ્યા છે.

આયોજનમાં ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ પૂ.ગુરૂદેવની નિશ્રામાં સામેલ થયા છે. કાર્યક્રમમાં મહાકાલ મંદિરના પૂજારી દિનેશ ગુરૂજી, રમણગુરૂજી, સિટી પ્રેસ કલબના અધ્યક્ષ સંદીપ મહેતાએ હાજર રહી લાભ લીધેલ.

ઉપરાંત સેવાભાવી ગુરૂભકતોનું સન્માન કરાયેલ.

આ અવસરે મહાકાલ મંદિરના પુઝારી દિનેશ ગુરૂજીએ જણાવેલ કે એક વિધ્વા અને દુર્લભ સંતની નિશ્રામાં ઉજ્જૈનમાં દેશવાસીઓને સૌભાગ્ય મળ્યું છે કે સમસ્ત જીવોના કલ્યાણ માટે વૈશ્વીક સ્તરે આ અનોખું આયોજન થયુ છે. શાંતમ આશ્રમમાં પૂ.વસંતવિજયજી મ.સા.ના શ્રીમુખેથી અનેક ભાષાઓમાં અતિદિવ્ય દુર્લભ મંત્રોનું ઉચ્ચારણ, જાપ અને હવનમાં વિભિન્ન રત્નો-દ્રવ્યોની આહુતિ આપવાથી વાતાવરણ અને પર્યાવરણ શુધ્ધ થવાની સાથે ભકતોને માનસીક શાંતી અને સારા સ્વાસ્થયનો લાભ મળશે. તેમણે જણાવેલ કે મારા જીવન દરમિયાન આવું આયોજન પહેલીવાર જોઇ રહ્યો છું. આ શિબીર સામેલ થયેલ ભકતોની સંપન્નતા, બુધ્ધી કુશળતા વધારનાર આયોજન છે.

ભકત મંડળના શૈલેન્દ્ર તલેરાએ જણાવેલ કે શિબીરની વિવિધ વ્યવસ્થાઓમાં અનેક ગુરૂભકતો સામે છે. કાર્યક્રમનું સંચાલન અનિલ લુણાવતે કરેલ. સંગીતકાર દેવેશકુમાર અને સંતોષ પરમારે ભકિત સંગીતમાં ભાવીકોને તરબોળ કરેલ.

(11:38 am IST)