Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

નીતિ આયોગે કેન્દ્ર સરકાર પાસે રજૂ કર્યો પ્રસ્તાવ

ખેડૂતો બાદ SC-STના બેંક ખાતામાં પૈસા જમા કરશે મોદી સરકાર

નવી દિલ્હી તા. ૭ : નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે અનુસૂચિત જાતીઓ અને જનજાતીઓ માટે બનાવવામાં આવતી યોજનાઓમાં (SCSP અને TSP)ને ૪૦ ટકા ભાગ તેમને ડાયરેકટ કન્ડિશનલ કેશ ટ્રાન્સફર તરીકે આપવામાં આવશે. આયોગનું સૂચન છે કે જે પરિવારોની આવક મહિને ૫ હજારથી પણ ઓછી છે. તેમના માટે આને લાગૂ કરવામાં આવશે. સાથે બાકીના૬૦ ટકા ભાગમાં તે જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ પર ભાર આપવામા આવશે. જયાં અનૂસૂચિત જાતીઓ અને જનજાતીઓની મોટી સંખ્યા છે.

નીતિ આયોગ તરફથી હજું કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે ભારત સરકારે પણ આવા પ્રસ્તાવને કોઈ મંજૂરી આપી નથી. એક અખબારના જણાવ્યાનુંસાર ગત ૩ બજેટમાં એસસી અને એસટીના કલ્યાણ માટે ફાળવવામાં આવેલા ૪૦% ૩૬,૪૯૩ કરોડ રૂપિયા ૪૮૮૮૨ કરોડ રૂપિયા અને ૫૪૭૬૪ કરોડ રૂપિયા ભાગ આ કેશ ટ્રાન્સફર નીતિ હેઠળ આવશે. નીતિ આયોગના પ્રસ્તાવ અનુસાર આને જો પ્રતિ વ્યકિત વહેંચવામાં આવે તો કેટલા થશે. આયોગે પ્રસ્તાવમાં કહ્યું છેકે ૫ હજાર દર મહિને કમાનારા લોકોને આ લાગૂ પડશે. શ્રમ બળ સર્વેક્ષણ (PLFS)ની એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ ભારતમાં ૨૬૩.૯ મિલિયન પરિવાર ચે. જેમાં૫૧.૮ મિલિયન અને ૨૩.૫ મિલિયન એસસી-એસટીના ઘર છે. એસસી-એસટી પરિવારોની ૫ હજાર રૂપિયાથી ઓછી આવકનો ભાગ ૧૧.૬ ટકા અને ૧૯.૨ ટકા છે. જે લગભગ ૯.૨ મિલિયન ઘરોના ભાગે આવે છે. એનો મતલબ છે કે ૨૦૨૦-૨૧ના બજેટમાં ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ કરવામાં આવે તો દર મહિને ૪૯૫૯ રૂપિયા કેશ ટ્રાન્સફર મળી શકે છે. જો આ કેશ ટ્રાન્સફરની મર્યાદા દર મહિને ૧૦ હજાર રૂપિયા સુધી વધારવામાં આવે તો આ પ્રતિ પરિવાર ૧૩૧૦ રુપિયા કેશ ટ્રાન્સફર મળી શકે છે.

નીતિ આયોગે પ્રસ્તાવ આપ્યો છે કે બચેલી ૬૦ ટકા હાજર SCSP અને TSP રકમ SC અને STથી વધારે વસ્તીવાળા માળખાગત ઢાંચાના વિકાસમાં ખર્ચ કરવો જોઈએ. જો એવું કંઈક થાય છે તો પશ્ચિમ બંગાળને આનો સૌથી વધારે લાભ મળશે. પશ્ચિમ બંગાળમાં લગભગ ૯૦ ટકા જિલ્લા અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સૌથી વધારે વસ્તી ધરાવતા મુખ્ય ૨૦ જિલ્લામાંથી એક છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના ત્રણ ચતુર્થાંસ જિલ્લાના મુખ્ય ૨૦ ટકા જિલ્લા શામિલ છે.

જોકે PLFSના સર્વેમાં તે સામાજિક સમૂહોના ૧૩ ટકા પરિવારોને સમાવિષ્ઠ નથીં કરવામાં આવ્યા જેમની પાસે કમાણી કરનારા સભ્યો જ નથી. સાથે ભાડા તથા રોકાણ પર મળી રહેવા વ્યાજ પર થઈ રહેલી આવક સાથે સંકળાયેલા છે.

(11:08 am IST)