Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

તાલાલા ૧૦ કલાકમાં ૧૯ આંચકા ફફડાટ

ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારના ૩.૪૬ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ધરા ધ્રુજતી રહી : આંચકાની તીવ્રતા ૩.૩થી માંડીને ૧.૮ની અનુભવાય : સતત આંચકાથી લોકોમાં ફફડાટ

રાજકોટ તા. ૭ : ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીરમાં આજે વહેલી સવારથી ભૂકંપના ૧૦ કલાકમાં ૧૯ આંચકા અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. વહેલી સવારના ૩.૪૬ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ધરા ધ્રુજતી રહી હતી. આંચકાની તીવ્રતા ૩.૩ થી માંડીને ૧.૮ની અનુભવાય હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે વહેલી સવારે ૩.૪૬ વાગ્યેઙ્ગ તાલાળાથી ૧૨ કિ.મી. દૂર ૩.૩. ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ સવાર સુધી સતત હળવા આંચકાથી ધરા ધ્રૂજી રહી છે

ત્યારબાદ ૩.૫૫ વાગ્યે તાલાળાથી ૧૨ કિલોમીટર દૂર ફરી પાછો ૩.૨ ની તીવ્રતા અને ૩.૧ની તીવ્રતાનાઙ્ગ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જયારે ૩.૫૮ વાગ્યે તાલાલા થી ૧૨ઙ્ગ કિલોમીટર દૂર ૧.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ ભૂકંપ બાદ વહેલી સવારે ૪.૦૭ વાગ્યે તાલાલા થી ૧૩ કિલોમીટર દૂર ૨.૪ ની તીવ્રતાનો ત્યારબાદ ૪.૪૪ વાગ્યે ૨.૯ ની તીવ્રતા , વહેલી સવારે ૫.૨૬ વાગ્યે ૨.૦ ની તીવ્રતા,ઙ્ગ સવારે ૫.૨૭ વાગ્યે ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ત્યારબાદ સવારે ૫.૨૮ વાગ્યે ૨.૫ ની તીવ્રતાનોઙ્ગ સવારે ૫.૩૫ વાગ્યે ૧.૮ ની તીવ્રતાનો ત્યારબાદ ૫.૪૦ વાગ્યે ૧.૪ ની તીવ્રતાનો સવારે ૬.૦૯ વાગ્યે ૨.૦ ની તીવ્રતાનોઙ્ગ સવારે ૭.૩૪ વાગ્યે ૩.૧ ની તીવ્રતાનો તથા સવારે ૮.૦૬ વાગ્યે ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ત્યારબાદ સવારના ૮.૧૨ વાગ્યે ૨.૧ની તીવ્રતાનો, સવારે ૯.૨૬ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો, સવારે ૧૦.૧૫ વાગ્યે ૨.૧ની તીવ્રતાનો અને બપોરે ૧.૧૦ વાગ્યે ૧.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપના આંચકા તાલાલા થી ૫ કિલોમીટર થી માંડીને ૧૨ઙ્ગ કિલોમીટર સુધી દૂર અલગ-અલગ દિશામાં અનુભવાયા હતા.

છેલ્લા થોડા દિવસોથી તાલાલા ગીરમાં ભૂકંપના આંચકા શરૂ થતાઙ્ગ લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

વર્ષ ૨૦૦૧ પહેલા અનેક લોકો એવા હતા જેને ભૂકંપની વાતો જ સાંભળી હતી, પરંતુ ભૂકંપનો અનુભવ કર્યો ન હતો. વર્ષ ૨૦૦૧માં ગુજરાતની ધરા ધ્રુજી અને વિનાશ વહેર્યો. જયાં જોવો ત્યાં કાટમાળનાં ઢગલા અને લોકોની ચીચીયારીઓ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં દિવસે ગુજરાતમાં ગુંજી ઉઠી અને તે ચીચીયારીઓ આજે પણ ભૂકંપનું નામ પડતા કાને અથડાઇ છે અને નજરે દેખાય છે તે વિનાશનાં પર્યાય સમા દ્રશ્યો. ગુજરાતમાં પાછલા લાંબા સમયથી લોકો થથરી રહ્યા છે અને તેનુ કારણ છે છાસવારે અનુભવાઇ રહેલા ભૂકંપનાં ઝટકા. જો કે, થોડા સમય પૂર્વે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, ગુજરાત વિસ્તારમાં આવેલી એક ફલોટ લાઇન સક્રિય હોવાનાં કારણે આ ભૂકંપન આવી રહ્યું છે અને તે હજુ થોડો વધુ સમય આવશે.

વસ્તુ સ્થિતિની જાણ છે, પરંતુ આ તો ભૂકંપ છે અને ભૂકંપનો વિનાશ ગુજરાતે જોયો પણ છે માટે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા ગુજરાતનાં લોકો માટે એવી સાબિત થઇ રહી છે કે, 'કોઇને કહેવામાં આવે કે આ સિંહ છે તેણે ભરપેટ ભોજન કરી લીધુ છે અને હવે તે કશું પણ ખાશે નહી માટે તમે તેના પાંજરામાં રહેશો તો કોઇ ખતરો નથી.'

આવો જ અજંપો ગુજરાતમાં પાછલા ઘણા સમયથી નોંધવામાં આવી રહ્યો છે. અને તેમા પણ આજે ગીર-સોમનાથ અને તાલાળા વિસ્તારમાં ભૂકંપનાં કારણે લોકો રીતસરનાં થથરી ઉઠ્યા હતા.

સોમવાર સવારથી જ આ વિસ્તાર ધણધણી રહ્યો છે. આ વિસ્તારમા વહેલી સવારે ભૂકંપના ૪ ઝાટકા આવ્યા હતા. સૌથી પહેલા ૩.૪૬ વાગ્યે એક ઝટકો આવ્યો તેની તિવ્રતા ૩.૩ની હતી. પછી સવારે ૩.૫૫ વાગ્યે ફરી ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો, સવારે ૪.૪૪ વાગ્યે ૨.૯ તિવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો અને ૫.૨૮ વાગ્યે ૨.૫ના તિવ્રતાના ભૂકંપના ઝટકા લોકોને ભયભીત કરી ગયા હતા.

એક જ દિવસમાં અને તે પણ દિવસના સવારનાં ભાગમાં જ એક સાથે ૧૫ ઝટકાનાં કારણે લોકોમાં એક ગર્ભીર ડર જોવામાં આવી રહ્યો છે અને લોકોમાં મોટી હોનારતની ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, તાલાળા અને ગીર-સોમનાથનો વિસ્તાર દરિયાઇ પટ્ટીથી તદ્દન નજીક હોવાનાં કારણે લોકમાં સુનામિ આવશે કે શુ નો ડર પણ વ્યાપિ ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ગત રાત્રે પણ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે ૧૫ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે ૧.૧૫ કલાકથી બપોરના ૧ કલાક સુધીમાં આશરે ૧૯ ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં રાત્રીથી બપોર સુધીમાં ૧૯ જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ ૧૯ આંચકામાં રાત્રે ૩.૪૬ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૩ હતી. આ સૌથી મોટો આંચકો હતો.

(3:03 pm IST)