Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાનો ફરી કહેર ૧૦ના મોત : નવા ૩૦ કેસ

શહેરમાં છેલ્લા સાડા આઠ મહિનામાં કુલ ૧૧,૫૫૭ લોકો કોરોનાની ઝપટે ચડયા અને ૧૦,૫૧૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૧.૧૯ ટકા થયો : જીલ્લામાં ૧૮૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરતઃસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૨૯ બેડ ખાલી

રાજકોટ, તા.૭:  વૈશ્વિક મહામારી કોરોના કહેર ફરી શહેર અને જીલ્લામાં  વધતા છેલ્લા  ચોવીસ કલાકમાં આજે ૧૦ મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  પણ મૃત્યુ થયું નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૭ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧૦ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૮૨૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્લામાં આજે નવા ૭ સહિત કુલ ૧૮૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૩૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૫૫૭  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૦,૫૧૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૧.૧૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૫૩૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૧૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૧૪ ટકા થયો  હતો. જયાર ે૮૪ દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૪,૬૦,૪૭૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦,૫૧૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૦ ટકા થયો છે.

(2:52 pm IST)