Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કોઇ પણ રસી ૧૦૦% રક્ષણની ખાતરી આપી ન શકે

નવી દિલ્હી,તા. ૭: કોરોના વાયરસ રોગચાળાથી આખી દુનિયા પરેશાન છે અને અસરકારક રસી શોધાઇ જાય એની સૌ રાહ જોઇ રહ્યા છે, પરંતુ અજમાયશોને પગલે, ખાસ કરીને હરિયાણાના પ્રધાન અનિલ વિજ કોરોના ટ્રાયલ રસી પોતાના શરીરમાં મૂકાવ્યા બાદ પણ ફરી કોરોના પોઝીટીવ થયા એને કારણે આ રસી સંબંધિત અમુક સવાલો પણ ઉભા થયા છે. ત્યારે વિજ્ઞાનીઓ નિષ્ણાંતોનું કહેવુ છે કે કોઇ પણ રસી કોઇ પણ વ્યકિતને બીમારીથી ૧૦૦ ટકા રક્ષણ આપવાની ખાતરી આપી શકતી નથી.

નિષ્ણાતોએ સમજાવ્યું છે કે એન્ટીજન એક વાર શરીરમાં પ્રવેશ કરે તે પછી તે વ્યકિતની રોગપ્રતિકારક શકિતની પ્રણાલીની તાકાત પર નિર્ભર કરે છે, જે રસી ચોક્કસ બીમારી સામે એન્ટીબોડીનું નિર્માણ કરી શકે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના મેડિસીન વિભાગના નિષ્ણાંત ડો.એસ.પી. બિયોત્રાનું કહેવું છે કે જનતાને એવી ધારણા છે કે વ્યકિતને એક વાર રસી મુકાય તે પછી એ કોઇ પણ બિમારીના ચેપ સામે પ્રતિરક્ષિત થઇ જાય છે. પરંતુ આ એક એવુ એન્ટીજન છે જે એક નિર્ધારિત સમયનીી અંદરએક વ્યકિતના શરીરમાં  એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે ધારો કે કોઇ વ્યકિતને રસી લીધા પછી પણ બિમારીનો ચેપ લાગે તો એમાં રસીની નિષ્ફળતા તરીકે માની ન લેવાય. ઘણી રસીને બે-ડોઝની જરૂર રહેતી હોય છે. પહેલો ડોઝ લીધા પછી ૧૪-૧૫ દિવસે બીજો, બુસ્ટર ડોઝ લેવો પડે છે. પહેલો ડોઝ અડધા ખોરાક જેવો હોય છે જે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનું શરૂ કરે છે અને બીજા ડોઝ શરીરમાં એન્ટીબોડીઝનું ઉચ્ચ સ્તર જાળવી રાખે છે.

(9:41 am IST)