Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

નીતિ આયોગનો દાવો

'આવતા વર્ષ સુધીમાં કોરોના પહેલાના સ્તર પર પહોંચી જશે અર્થવ્યવસ્થા'

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારનું નિવેદન : આવતા વર્ષ સુધીમાં કોરોના પહેલાના લેવલ પર હશે અર્થતંત્ર અર્થવ્યવસ્થામાં ખૂબ જ સારી રિકવરી નોંધાઈ રહી છેઃ રાજીવકુમાર

નવી દિલ્હી, તા.૭: દેશનો આર્થિક વિકાસ દર આગામી નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨)ના અંત સુધીમાં કોવિડ -૧૯ પહેલાના સ્તરે પહોંચશે. નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રવિવારે આ વાત કહી હતી. કુમારે કહ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ સ્થાનિક ઉત્પાદ (જીડીપી)માં ઘટાડાનો ડર આઠ ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે. RBI એ પણ આર્થિક વિકાસ દરમાં ઘટાડાની આગાહી ચાલુ નાણાકીય વર્ષમાં ૯.૫ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરી દીધી છે.

જયારે આગામી નાણાકીય વર્ષ માટે વૃદ્ઘિની આગાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે, અમે ૨૦૨૧-૨૨ના અંત સુધીમાં ચોક્કસપણે કોવિડ -૧૯ પહેલાના સ્તર પર પહોંચીશું. નાણાકીય વર્ષમાં જીડીપીમાં ઘટાડો આઠ ટકાથી ઓછો રહેવાની ધારણા છે.

ભારતીય અર્થવ્યવસ્થામાં ઉત્પાદન પ્રવૃત્ત્િ।ઓમાં વધારો થવાને કારણે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર કવાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારી રિકવરી નોંધાઈ છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં માઇનસ ૭.૫ ટકાએન ઘટાડા પર આવી ગઈ છે. વધુ સારી ડિમાન્ડ ઊભી થતાં અર્થતંત્રની સ્થિતિમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે.

વધુમાં તેમણે આ અનાગે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય વર્તમાન વર્ષમાં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા પ્રપાત કરવાનું છે જેમાં તેમાંથી, સેન્ટ્રલ પબ્લિક સેકટર અન્ડરટેકિંગ્સ (સીપીએસઇ) માં હિસ્સો વેચવાથી અને નાણાકીય સંસ્થાઓમાં સરકારી હિસ્સો વેચાણમાંથી રૂ.૯૦,૦૦૦ કરોડ એકત્રિત કરવામાં આવશે.

વધુમાં તેમણે બેન્કિંગ ક્ષેત્ર અંગે કહ્યું આ ક્ષેત્રને વધુ વિસ્તૃત કરવાની તેમજ સ્પર્ધામાં વધારો કરવાની જરૂર છે, કારણ કે દેશનું ખાનગી દેવું GDP નો રેશિયો તદ્દન ઓછી છે. અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના કિસ્સામાં, તે ૧૦૦ ટકાથી વધુ છે.

કુમારે કહ્યું કે આવી સ્થિતિમાં અમારે ખાનગી દેવું વધારવાની જરૂર છે, ત્યારે જ તે શકય બનશે જયારે આપણું બેંકિંગ ક્ષેત્ર વિસ્તરશે. દેશના કૃષિ ક્ષેત્ર પર કુમારે કહ્યું કે નીતિ આયોગ રાસાયણિક મુકત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમાં કૃષિ ઉત્પાદન ખર્ચમાં ભારે ઘટાડો કરવાની સંભાવના છે. ઉપરાંત તેની પર્યાવરણ પર ખૂબ સકારાત્મક અસર પડશે.

(9:41 am IST)