Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

લગ્નના બીજા જ દિવસે વર-વધુ કોરોના પોઝિટિવ આવ્યા

કોરોનાકાળમાં લગ્ન ઘાતક બન્યા : ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં એક આર્મી ઓફિસરની પુત્રીના લગ્ન કોરોના વાયરસ સંક્રમણનું કેન્દ્ર બની ગયુ

દહેરાદૂન,તા. : ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં એક આર્મી ઓફિસરની પુત્રીના લગ્ન કોરોના સંક્રમણનું કેન્દ્ર બની ગઈ. લગ્નમાં સામેલ થયેલા સગા સંબંધીઓમાંથી અનેક લોકો કોરોના સંક્રમિત થયા અને બે લોકોના જીવ પણ ગયા. કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારોહમાં ઓછા લોકોને સામેલ થવાની અપીલ કરવામાં આવતી હોય છે. સાથે કોવિડ-૧૯ નિયમોના પાલન માટે પણ સતત લોકોને ધ્યાન દોરવામાં આવે છે. જેનું પાલન કરવું લોકો માટે જીવલેણ બની શકે છે. વાતનો અંદાજો અહેવાલ પરથી તમે લગાવી શકો છોઅહેવાલ મુજબ દહેરાદૂનમાં ૨૦ નવેમ્બરના રોજ થયેલા એક લગ્નમાં કોરોનાના કારણે લોકો ના મૃત્યુ થઈ ગયા. મર્ચેન્ટ નેવી ઓફિસર અને આર્મી ઓફિસરની પુત્રીના લગ્નમાં દુલ્હા-દુલ્હન સહિત અનેક સંબંધીઓ કોરોના સંક્રમિત થયા. જેમાંથી એક મહિલા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે જેનું ત્યાં ડાયાલિસિસ ચાલુ છે

કોરોના સંક્રમિત દુલ્હા દુલ્હને કહ્યું કે લગ્ન બાદ તેઓ તરત હિમાચલ પ્રદેશ ફરવા જવા ઈચ્છતા હતા. જતા પહેલા તેમણે સુરક્ષા કારણોસર કોરોના ટેસ્ટ કરાવ્યો. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને ત્યારબાદ તેમણે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટ કરાવવામાં આવ્યો તો દુલ્હાની માતા, બહેન, બે મામા અને એક મહિલા કોરોના પોઝિટિવ નીકળ્યા. લગ્નના દસ દિવસની અંદર બંને મામાનું કોરોનાના કારણે મોત થઈ ગયું. જ્યારે મહિલા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

(8:28 am IST)