Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

પિતરાઈ બહેનોએ મંદિરમાં જઈ એકબીજા સાથે લગ્ન કર્યા

બંને બહેનો પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતી : સંબંધ વિશે પરિવારના લોકોને જાણ કર્યા વગર બંને યુવતીઓ લીવ ઈનમાં રહેતી હતી, શિવ મંદિરમાં લગ્ન કરી લીધા

રાંચી,તા. : ઝારખંડની રાજધાની રાંચીથી આશરે ૧૬૦ કિલોમીટ દૂર કોડરમા જિલ્લાાં લેસ્બિયન કપલે લગ્ન કર્યા છે. સંબંધમાં બંને પિતરાઈ બહેનો થાય છે અને બંને એકબીજા સાથે પાંચ વર્ષથી પ્રેમ કરતા હતા. ગત મહિને બંનેએ લગ્ન કરી લીધા હતા. બંને યુવતીઓ ઝુમરી તલૈયાની રહેનારી છે. પરંતુ હવે તેઓ બીજા શહેરમાં રહેવા માંગે છે. જેથી કરીને તેઓ મુશ્કેલીઓથી બચી શકે. એક યુવતીનું ઉંમર ૨૪ વર્ષ અને બીજા યુવતીની ઉંમર ૨૦ વર્ષ છે. એક યુવતી ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે જ્યારે બીજી યુવતીએ ઈન્ટર સુધી અભ્યાર કર્યો છે. બંને યુવતીઓનું કહેવું છે કે જેટલી પણ મુશ્કેલીઓ આવે તેઓ હંમેશા એકબીજા સાથે રહેશે. તેમણે પણ કહ્યું કે લેસ્બિયન કપલ તરીકે તેઓ કોઈપણ પ્રકારની શરમ અનુભવતા નથી. પોતાના સંબંધ વિશે પરિવારના લોકોને જાણ કર્યાવગર બંને યુવતીઓ લીવ ઈનમાં રહેતી હતી.

  નવેમ્બર ૨૦૨૦ના દિવસે કપલે કોડરમાના ઝુમરી તિલૈયાના એક શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. માનવામાં આવે છે કે કોડરમા જિલ્લામાં સમલૈંગિક લગ્નનો પહેલો કિસ્સો છે. કપલે જણાવ્યું કે તેમને વાત સારી રીતે ખબર છે કે સમલૈંગિક સંબંધ હવે કાયદાકીય રીતે માન્ય છે. કપલે જણાવ્યું કે તેઓ ન્યૂયોર્કમાં રહેનારા અંજલિ ચક્રવર્તી અને સૂફી સંડલ્સના સંબંધોથી પ્રભાવિત રહ્યા છે.

(12:00 am IST)