Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કોરોના મહામારીથી વિશ્વમાં ગરીબ લોકોની સંખ્યા વધશે

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સ્ટડીમાં સામે આવ્યું : યુએનડીપીએ ચેતવણી આપી છે કે, ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં અતિ ગરીબ લોકોની સંખ્યા ૧ અબજ કરતા વધી શકે છે

નવી દિલ્હી,તા. : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે, કોવિડ-૧૯ મહામારીના લાંબાગાળાના ગંભીર પરિણામોને કારણે ૨૦૩૦ સુધીમાં વધુ ૨૦ કરોડ ૭૦ લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. સાથે , જો આવું થયું તો દુનિયાભરમાં અતિ ગરીબ લોકોની સંખ્યા અબજ કરતા વધી જશે. સ્ટડીમાં કોવિડ-૧૯ સામે લડવા માટે જુદા-જુદા પરિદ્રશ્યોના કારણે સતત વિકાસના લક્ષ્યો પર પડનારી અસર અને મહામારીના કરાણે આગામી દાયકા સુધી પડનારા વ્યાપક પ્રભાવોનું આંકલન કરાયું. સ્ટડી યુએનડીપી અને ડેનવર યુનિવર્સિટીમાં પારડી સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ફ્યૂચર્સ'ની વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીનો ભાગ છે. સ્ટડી મુજબ, કોવિડ-૧૯ મહામારીના લાંબાગાળાના ગંભીર પરિણામોને પગલે વર્ષ ૨૦૩૦ સુધીમાં વધુ ૨૦ કરોડ ૭૦ લાખ ગરીબીમાં ધકેલાઈ શકે છે. જો એવું થયું તો દુનિયાભરમાં અતિ ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર થઈ જશે.

ર્તમાન મૃત્યુ દર અને આંતરાષ્ટ્રીય મુદ્રા કોષના તાજેતરના વૃદ્ધિ દરના અનુમાનના આધાર પર 'બેઝલાઈન કોવિડ' પરિદ્રશ્ય હશે કે મહામારી પહેલા દુનિયા જે વિકાસ પથ પર હતી, તેની સરખામણીમાં વધુ કરોડ ૪૦ લાખ લોકો ૨૦૩૦ સુધી અતિ ગરીબીના ઝપેટમાં આવી જશે. તેમાં કહેવાયું છે કે, 'હાઈ ડેમેજ' પરિદ્રશ્ય અંતર્ગત કોવિડ-૧ને પગલે વર્ષ ૨૦૩૦ સુધી વધુ ૨૦ કરોડ ૭૦ લાખ લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે. યુએનડીપીના એડમિનિસ્ટ્રેટર અચિમ સ્ટીનરે કહ્યું કે, નવા ગરીબી રિસર્ચમાં જોવા મળ્યું છે કે, હાલના સમયમાં નેતા જે વિકલ્પ પસંદ કરશે, તે દુનિયાને અલગ-અલગ દિશાઓમાં લઈ જઈ શકે છે.

(12:00 am IST)