Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

તેલૂગુ ફિલ્મોની અભિનેત્રી અને કોંગ્રેસની નેતા એમ વિજયશાંતિ ભાજપમાં જોડાશે : ગૃહમંત્રી અમિતભાઇ શાહની લીધી મુલાકાત

વિજયા શાંતિ સૌ પહેલા 1998માં ભાજપમાં સામેલ થયેલ,પાર્ટીએ મહિલા વિંગના મહાસચિવ બનાવેલ : 2009માં તે ટીઆરએસની ટિકટ પરથી લોકસભામાં ચૂંટાયેલ : 2014માં તેણે કોંગ્રેસનો હાથ પકડ્યો હવે ફરી ભાજપમાં ઘરવાપસી

નવી દિલ્હી : તેલૂગુ ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી અને કોંગ્રેસની નેતા એમ વિજયશાંતિએ રવિવારના રોજ ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી હતી. એવુ કહેવાય છે કે, આવતી કાલે તે સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થશે. વિજયશાંતિનું ભાજપના ઘરમાં વાપસી કહેવાનું જરાં પણ અતિશયોક્તિ નહીં હોય, કારણ કે, ભાજપ સાથે તેને બે દાયકાથી સંબંધ રહ્યો છે. તે સૌથી પહેલા 1998માં ભાજપમાં સામેલ થઈ હતી. ત્યારે પાર્ટીએ તેને મહિલા વિંગના મહાસચિવ પણ બનાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, એમ વિજયશાંતિ કોંગ્રેસના નેતા છે,

   એમ વિજયશાંતિના રાજકીય કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ 1998માં ભાજપનું સભ્યપદ લીધુ હતું. થોડા સમય બાદ જ્યારે તેલંગણા રાજ્ય અલગ કરવાની માગ ઉઠી, તો તેણે પોતાની અલગ રાજકીય પાર્ટી બનાવી લીધી. જો કે, આ પાર્ટી વધુ લોકપ્રિયાત મેળવી શકી નહીં. વર્ષ 2009માં તે ટીઆરએસની ટિકટ પરથી મેડક સંસદીય સીટ પરથી લોકસભા માટે ચૂંટાઈ આવી. જો કે, ટીઆરએસ સાથે પણ વિજયશાંતિ વધુ સમય સુધી રહી શકી નહીં. બાદમાં 2014માં તેણે કોંગ્રેસનો હાથ પકડી લીધો.હતો

વિજયશાંતિને થોડા સમયમાં જ કોંગ્રેસ પરથી પણ મન ઉઠી ગયું. થોડા સમયમાં પાર્ટીમાં તેનું કદ ઘટવા લાગ્યું. કાર્યક્રમોમાં પણ ભાગ લેતી નહોતી. કહેવાય છે કે, પાર્ટીમાં વધારે મહત્વ ન મળતા તેણે કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહી હતી.

તેલંગણાના શમ્સાબાદમાં થયેલી એક જાહેરસભામાં તેણે વડાપ્રધાન મોદીની સરખામણી આતંકવાદી સાથે કરી હતી. વિજયશાંતિએ કહ્યુ હતું કે, દરેક સમયે લોકો એ વાતને લઈને ભયભીત રહે છે કે, મોદી કોઈ પણ સમયે બોમ્બ ફોડી શકે છે. તેઓ આતંકવાદી જેવા દેખાય છે. લોકોને પ્રેમ કરવાની જગ્યાએ તેઓ લોકોને ભયભીત કરી રહ્યા છે.વડાપ્રધાનને આવા ન હોવું જોઈએ.

(12:00 am IST)