Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોના સમર્થનમાં સમાજવાદી પાર્ટી કાઢશે કિસાન યાત્રા: ભારત બંધને સમર્થન

સપા પ્રમુખ અખિલેશ યાદવ કન્નોજ મંડીથી કિસાન બજાર સુધી યાત્રા કાઢશે

નવી દિલ્હી : કિસાનોના સમર્થનમાં અખિલેશ યાદવની પાર્ટી સોમવારથી કિસાન યાત્રા કાઢવાની તૈયારીમાં છે. સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં સપા કિસાન યાત્રા કાઢશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ કન્નોજ મંડીથી કિશન બજાર સુધી યાત્રા કાઢશે. સપાએ કિસાનોના બંધની જાહેરાતનું સમર્થન કર્યું છે.

(12:00 am IST)