Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ભારતીય વેપારીને અબુધાબીમાં 24 કરોડની લોટરી લાગી:લોટરી જીતનાર વ્યક્તિ જ્યોર્જ જેકબ્સ મૂળ કેરાળના નિવાસી

દુબઈમાં રહેતા 51 વર્ષના જ્યોર્જ જેકબ્સ એ કહ્યું આ લોટરીની જીત તેમની જિંદગી બદલનારી રહેશે.

અબુધાબી: મૂળ કેરળના નિવાસી અને અબુધાબીમાં રહેતા એક પ્રવાસી ભારતીય વેપારીને સંયુક્ત અરબ અમીરાત (UAR)માં પ્રવાસી ભારતીયને બમ્પર લોટરી લાગી, બિગ ટિકિટ રેફરલમાં 12 મિલિયન દિરહમની ટિકિટ લાગી છે એટલે કે ભારતીય ચલણમાં આ વેપારી રૂપિયા 12 કરોડ જીત્યા છે. અબુ ધાબીના મીડિયા મુજબ આ લોટરી જીતનાર વ્યક્તિ જ્યોર્જ જેકબ્સ કેરાળના નિવાસી છે.

મીડિયાના અહેવાલ મુજબ દુબઈમાં રહેતા 51 વર્ષના જ્યોર્જ જેકબ્સ ચિકિત્સા ઉપકરણોના વેપાર સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે આ લોટરીની જીત તેમની જિંદગી બદલનારી રહેશે. તેઓ અનેક આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. જોકે, લોટરી જીત્યા બાદ પણ તેઓ દુબઈ નહીં છોડે તેવું તેમણે ઓન મનોરમા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. જેકબે 30મી નવેમ્બરના રોજ આ ટિકિટ ખરીદી હતી

(12:00 am IST)