Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

૧૩ વર્ષીય છોકરી સાથે બંગાળમાં ૪૮ વર્ષીય સગાએ કર્યો રેપઃ ચુપ રહેવા માટે આપ્‍યા રૂ. ર૦૦

        પશ્ચિમ બંગાળના દક્ષિણ ર૪ પરગણા જિલ્લામાં ૧૩ વર્ષીય છોકરીએ પોતાના ૪૮ વર્ષના સગા પર રેપનો આરોપ લગાવ્‍યો છે, જેની ધરપકડ કરવામાં આવી છે.

        પોલીસના જણાવ્‍યા અનુસાર આરોપીના સગાએ ઘરેથી પરત ફરી રહેલ છોકરીને શુક્રવારના સાંજના સુમસામ જગ્‍યાએ લઇ જઇ રેપ કર્યો.

        પરિવારજનોના જણાવવા અનુસાર આરોપીએ ચૂપ રહેવા માટે છોકરીને રૂ. ર૦૦ પણ આપ્‍યા. હોસ્‍પિટલમા આવ્‍યા પછી છોકરીએ પરિવારને આપવીતી બતાવી. આરોપી વિરૂદ્ધ પોકસો એકટમાં મામલો દાખલ થયો છે.

(11:28 pm IST)