Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ પીડિતાનો મૃતદેહ ઘરે પહોંચ્યો: રાત્રે જ અગ્નિ સંસ્કાર કરવા તંત્રએ મનાવ્યા: પિતાએ કહ્યું સવારે થશે અંતિમવિધિ

પોલીસનો મોટાપાયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : સીતાપુર, હરદોઈ અને લખનૌથીપોલીસ ફોર્સ ખડકી દેવાઈ : બે પ્લાટૂન પીએસીને પણ તૈનાત કરાઈ

 

નવી દિલ્હી :ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મોત બાદ પરિવાર આઘાતમાં છે. ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં ઉન્નાવ દુષ્કર્મ કાંડને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે ઉન્નાવ ગામમાં આક્રોશનો માહોલ છે. ત્યારે માહોલની વચ્ચે દુષ્કર્મ પીડિતાના મૃતદેહ તેના ઘરે લાવવામાં આવ્યો હતો.દિલ્હીથી ઉન્નાવ પીડિતાના મૃતદેહને ઘરે લવાયો હતો. સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે મૃતદેહને ઉન્નાવ પહોંચાડાયો હતોગામમાં પણ મોટા પ્રમાણમાં સુરક્ષા તૈનાત છે. પીડિતાનો મૃતદેહ ઘરે પહોંચતા આખા ગામનો માહોલ ગમગીન બની ગયો હતો દરેક લોકો  ગામની દીકરી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

 

 ગેંગરેપ પીડિતાને જામીન પર છૂટેલા આરોપીઓએ ગુરૂવાર સવારે જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાર બાદ તેને પહેલા લખનઉ અને બાદમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્રવાર રાત્રે 90 ટકા સુધી દાઝી ગયેલી પીડિતાનું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું

 પીડિતાનો મૃતદેહ પહોંચ્યા બાદ વિસ્તારમાં હાલાત નાજૂક બન્યા છે. કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી સીતાપુર, હરદોઈ અને લખનૌથી પોલીસ ફોર્ને ઉન્નાવ બોલાવાઇ છે સિવાય બે પ્લાટૂન પીએસીને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મીડિયાને પીડિતાના ઘરથી દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પીડિતાના મૃતદેહને ઘરના આંગણામાં રાખવામાં આવ્યો છે.

  જિલ્લા પ્રશાસન પરિવારને સમજાવીને મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરાવવા માટે મનાવવાના પ્રયાસ કરે છે  જોકે પીડિતાના પિતાનું કહેવું છે કે તેઓ રવિવાર સવારે દીકરીના અંતિમ સંસ્કાર કરશે.

(11:28 pm IST)