Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

૪૦ દિવસની અપ્રતિમ ''ચિલ્લાઇ કલાન'' ઠંડી પૂર્વે કાશ્મીર ખીણ ઠુંઠવાઇ ગઇ

કાશ્મીરમાં ડિસેમ્બર એન્ડથી જાન્યુઆરીમાં ૪૦ દિવસની ભયાનક ઠંડીની મોસમ હજુ શરૂ થઇ નથી ત્યાં જ કાશ્મીરીઓ ઠંડીથી ચિલ્લાઇ રહયા છે. આથી ચિલ્લાઇ કલાન-ચિલ્લેકલા દરમિયાન આ વર્ષે વધુ ભયાનક ઠંડી પડશે તેમ મનાય છે. આતંકવાદીઓની ગતિવિધિઓ ઉપર આ મહાકાતિલ ઠંડીથી બ્રેક લાગી જશે. ૨૧-૨૨ ડીસેમ્બરની રાતથી ઠંડીની અસ્સલ મૌસમ કાશ્મીરમાં શરૂ થાય છે અને ૪૦ દિવસ આ ઠંડી ચાલે છે. આ વખતે ઘણા વર્ષો પછી બર્ફ-બારી હીમવર્ષા સમયસર થઇ છે. ૪૦ દિવસના ચિલ્લેકલા પછી ચિલ્લે ખુર્દ અને પછી ચીલ્લે બચ્ચાનો દોર આવે છે. ૧૯૮૬માં કાશ્મીરમાં ચિલ્લેકલાં સમયે માઇનસ ૯ ડિગ્રી સુધી ગયેલ. ગયા વર્ષે અમે (કિરીટભાઇ-પીપળીયા-શૈલેષ) કાશ્મીર ગયેલ ત્યારે પણ ૪ થી ૬ ડીગ્રી માઇનસ ઉ.માનમાં અમે ફર્યા હતા. કાશ્મીરીઓ માટે આ સમય ભારે પરેશાનીનો રહે છે. બરફ વર્ષાને લીધે વારેવાર હાઇવે બંધ થઇ જાય છે. અને ખાવાપીવાની ચીજો ભારે અછત સર્જાય છે.

(4:31 pm IST)