Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

તળીયા ઝાટક બનેલ પાકિસ્તાનનો હાથ જાલનારૂ અંતે મળી આવ્યું

ઇસ્લામાબાદઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને શુક્રવારે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) તરફથી ૧.૩ અબજ ડોલરની લોન મેળવી હતી.આ લોનથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સંભાળવા અને સરકારી ખર્ચ પૂરા કરવામાં મદદ કરશે.

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની આર્થિક વૃદ્ઘિ ધીમી થવાની સાથે વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ નીચે પહોંચી ગયો છે.

(4:03 pm IST)