Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હું રાહુલ બજાજના મતથી સહમત નથી, ડર જેવું કાંઇ નથીઃ સંજીવ ગોયેન્કા

ઇન્ડીયા ટુડે કોન્કલેવ ઇસ્ટનું કોલકતામાં આયોજનઃ ઉદ્યોગપતિ ગોયેન્કાએ કહયું દેશમાં ડર જેવું કાંઇ છે નહિ

કોલકતા, તા., ૭: ઇન્ડીયા ટુડે કોન્કલેવ ઇસ્ટમાં આર.પી.સંંજીવ ગોયેન્કા ગૃપના ચેરમેન સંજીવ ગોયેન્કાએ કહયું કે તેઓ ઉદ્યોગપતિ રાહુલ બજાજના મતથી સહમત નથી, તેમને લાગે છે કે દેશમાં ડર જેવું કાંઇ નથી. રાહુલ બજાજના નિવેદન ઉપર તેમણે કહયું કે 'હેુ નથી જાણતો કે તેમણે આમ શું કામ કહયું, મને નથી લાગતું કે દેશમાં આવો કોઇ માહોલ છે તેમનો પોતાનો મત હોઇ શકે'  મારો મત તેનાથી અલગ છે. ઇન્ડીયા ટુડે કોન્કલેવ ઇસ્ટ ર૦૧૯ના સત્રમાં કટીંગ એઇજઃ ઇન્ડીયન બીઝનેસ ઇનોવેટ ટુ સ્ટેરીલેવન્ટ એન્ડ ગ્રોમાં ગોયેન્કાએ આમ કહયું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના જાણીતા બીઝનેસમેન અને બજાજ ગૃપના ચેરમેન રાહુલ બજાજે એક અખબારના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમીત શાહને કહયું હતું કે જયારે યુપીએ સરકાર સતામાં હતી ત્યારે અમે કોઇની પણ આલોચના કરી શકતા હતા. હવે જો અમે તમારી ખુલ્લેઆમ આલોચના કરીએ તો એટલો વિશ્વાસ નથી કે તમે આ પસંદ કરશો. વેપારીઓ અને બીઝનેસમેનમાં ડરનો માહોલ છે.

ધારા ૩૭૦ હટાવવી જરૂરી હતી અથવા ભુમી સુધાર

કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવી જરૂરી હતી અથવા તો ભુમી સુધાર જેવા અર્થનૈતિક  મામલોઓ પર કામ ઝડપથી કરવું? આ સવાલ પર ગોયેન્કાએ કહયું કે રાષ્ટ્રીય મહત્વના હિસાબથી ૩૭૦ હટાવી લેન્ડ રીફોર્મ માટે જરૂરી હતું આખરે ઇકોનોમી પણ આ દેશનો હિસ્સો જ છે.

રોકાણ કેમ નથી થઇ રહયા?

દેશમાં ખાનગી રોકાણકારો છેલ્લા ૧૬ વર્ષની તુલનામાં નીચે લેવલ સુધી પહોંચ્યા છે. જો ડર જેવું કાંઇ નથી તો રોકાણ કેમ નથી થઇ રહયા?  આ પ્રશ્નના જવાબમાં ગોયેન્કાએ કહયું કે ૩-૪ વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીઝ ખુબ આક્રમક રીતે રોકાણ કરી રહી હતી અમે બધાએ સારી કેપેસીટી તૈયાર કરી હતી જીડીપી ૯ થી ૧૦ ટકા વધવાની ગણતરી હતી પરંતુ માંગ એ રીતે ઉભી ન થઇ.  હવે પહેલાની કેપેસેટીનો જ ઉપયોગ નથી થઇ રહયો ત્યારે નવા રોકાણો કોઇ શું કામ કરે? મને લાગે છે લગભગ ૧૮ મહિના પછી ફરીથી રોકાણોનું ચક્ર ઝડપી બનશે.

યુપીએ સરકાર અને હાલની સરકારમાં શું અંતર છે?

ઉપરોકત પ્રશ્ન ઉપર ગોયેન્કાએ કહયું કે પહેલી વખત માળખાગત બદલાવ લાવવા માટે સરકાર પાસે ઇચ્છાશકિત છે પહેલી વખત બદલાવ એક અલગ સ્તર ઉપર થઇ રહયો છે. આ સરકાર જેવી રીતે પોતાની યોજનાઓ આમ લોકો સુધી પહોંચાડી રહી છે તે કોઇ પણ સરકાર કરી શકી નથી. સ્વચ્છ ભારત અભિયાન,  હર ઘર જલ અભિયાન,  બીજેપીઆ લોકસભાની ચુંટણીઓ એટલી જીતી છે કે તેમણે આમ મહિલાઓને શૌચાલય  આપી તેમની ગરીમા કાયમ કરી હતી.

તેમણે કહયું કે આ સરકાર સંરચનાત્મક   તરીકાથી બદલાવ લાવી રહી છે. સ્ટ્રકચરલ  ચેન્જમાં સમય લાગે છે. તમારે રાહ જોવી પડશે. ડીજીટલ ઇકોનોમીમાં ફેરફાર બહુ મહત્વપુર્ણ છે. જેની પાંચ વર્ષ પહેલા કલ્પના ન કરી શકાય.

હવે લોન લીધી છે તો ચુકવવી પડશે

લોનમાં ક્રોની કેપીટલીઝમ ખતમ થઇ ગયું તો શું આ કારણથી ઇન્ડસ્ટ્રી હવે ઝાઝા  રોકાણો નથી કરી રહી? આ પ્રશ્નના જવાબમાં ગોયેન્કાએ કહયું કે આ તો ઘણું વહેલુ થવુ જોઇતુ હતું. જો તમે લોન લીધી છે તો પેમેન્ટ કરવું પડશે. હવે એવી કારી નહી ચાલે કે લોન લીધી છે તો હપ્તા નહી ભરો તો ચાલશે.

દરેક વખતે સરકાર સામે ફરીયાદો ન કરો

તેમણે કહયું કે આપણે દરેક મુદા માટે સરકાર સામે ફરીયાદ કરવી જોઇએ નહી. ઉદ્યોગોએ પોતાના બળ ઉપર આગળ વધવું જોઇએ અને સરકાર ઉપર નિર્ભર રહેવાને બદલે પોતાની ક્ષમતાઓ વિસ્તાર કરવો જોઇએ. ઇનોવેશન , રીચર્સમાં જયારે વધારે રોકાણ કરવું જોઇએ. હવે મોટા ભાગની કંપનીઓ પાસે સ્કેલ છે.

કોર્પોરેટ ટેકસ ઓછો કરવાનો ફાયદો દેખાતો નથી

કોર્પોરેટ ટેકસ ઓછો કર્યા પછી પણ મોટા ભાગની કંપનીઓ વધારાની રકમ પર બેઠી છે તેવું તેમને કયાંય લાગતું નથી. ગોયેન્કાએ કહયું કે મને નથી લાગતું કે હવે લોકો તાત્કાલીક વધારાની બચતોનું રોકાણ કરશે. પરંતુ બે-ત્રણ વર્ષમાં આનો  ફાયદો થશે.

કોલકતાના ઓબરોય રોડ  હોટલમાં ઇન્ડીયા ટુડે ગૃપના લોકપ્રિય અને ચર્ચીત કાર્યક્રમ ઇન્ડીયા ટુડે કોન્કલેવ ઇસ્ટ -ર૦૧૯ની શુક્રવારે સવારે શરૂઆત થઇ. બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં અલગ-અલગ ક્ષેત્રની જાણીતી માનીતી હસ્તીઓ સામેલ થશે.

(4:01 pm IST)