Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી - કોંગ્રેસના સિદ્ધારમૈયાનો ખળભળાટ મચાવતો આરોપ

મુખ્યમંત્રી યેદિયુરપ્પા મુસ્લિમોને ધિક્કારે છે : ભાજપ સરકાર બરખાસ્ત કરવા વજુભાઈ સમક્ષ માંગ : અમિતભાઈ - યેદિયુરપપાએ સાથે મળી રાજીનામા અપાવ્યા

હોસોર, તા.૭ : કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ઘારમૈયાએ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આક્ષેપો કર્યા છે. સિદ્ઘારમૈયા કહે છે કે યેદિયુરપ્પા મુસ્લિમોને નફરત કરે છે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ઘારમૈયાએ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ગંભીર આક્ષેપો કર્યા છે. સિદ્ઘારમૈયા કહે છે કે યેદિયુરપ્પા મુસ્લિમોને નફરત કરે છે. તેમણે એમ પણ કહ્યું છે કે લોકો યેદીયુરપ્પાને શા માટે મત આપે છે તે સમજાતું નથી.

કર્ણાટકના હોસોરમાં એક કાર્યક્રમ દરમિયાન સિદ્ઘારમૈયાએ કહ્યું કે, મને ખબર નથી કે તેઓ એક ધર્મથી કેમ નફરત કરે છે. મેં ટીપુ જયંતી, કનકદાસ જયંતી અને કેમ્પેગૌડા જયંતી શરૂ કરી. ટીપુ એક રાજા હતો. તેમણે અંગ્રેજો સામે લડ્યા હતા. તેના પિતા પણ રાજા હતા.

સિદ્ઘારમૈયાએ કહ્યું, યેદીયુરપ્પાને આ સમુદાય પ્રત્યે નફરત કેમ છે. આ તેમની સાંપ્રદાયિકતા દર્શાવે છે. સિદ્ધારમૈયા ગવર્નર વજુભાઈ વાળાને મળ્યા હતા અને યેદીયુરપ્પા સરકારને બરખાસ્ત કરવા માગણી કરી હતી. તેમણે કહ્યું કે યેદીયુરપ્પા અને અમિતભાઈએ સાથે મળી ૧૫ ધારાસભ્યોના રાજીનામા અપાવ્યા. સતત નજર હેઠળ રાખેલ.

(3:53 pm IST)