Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પંજાબ-મહારાષ્ટ્ર કો. ઓપ. બેંક ઉપર રીઝર્વ બેન્કના પ્રતિબંધો લદાયા પૂર્વે ૨૦ ઓફીસરોએ ૭૦ કરોડ ઉપાડયા

મુંબઇઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક પર પ્રતિબંધના થોડા દિવસો પહેલા, ૨૦ થી વધુ લોકોએ આશરે ૭૦ કરોડ રૂપિયા બેન્ક માંથી કાઠ્યા હતા. આ લોકોમાં બેન્કરો, ડિરેકટર અને એકાઉન્ટ ધારકો હતા. જયારે પીએમસી બેંકમાં આ કૌભાંડનો ખુલાસો થયો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકમાંથી ઉપાડ માટેની મર્યાદા નક્કી કરવા સહિત કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલ મુંબઇ પોલીસની ઇકોનોમીક ઓફ વિંગ (EOW) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ૭ અને ૧૯ સપ્ટેમ્બરની વચ્ચે નાણાં ઉપાડી લીધા હતા.

 બેંકના મેનેજિંગ ડિરેકટર જોય થોમસએ ૨૧ સપ્ટેમ્બરના રોજ આરબીઆઈને પત્ર લખીને ટ્રાજેકશનમાં કથીત રીતે નિયમોનું ઉલ્લંદ્યન અને ગળબળીની જાણકારી આપી હતી.અને આના બે જ દિવસ પછી, આરબીઆઈએ બેંક પર કેટલાક નિયંત્રણો મૂકયા હતા. આમાં કિલયરન્સ માટે ૧૦૦૦ રૂપિયાની મર્યાદા નક્કી કરવાનો સમાવેશ થાય છે. જો કે ત્યારબાદ કેટલાક તબક્કાઓમાં આ મર્યાદા વધારી દેવામાં આવી છે અને હવે તે રૂ.૫૦,૦૦૦ છે. બેંકના ફોરેન્સિક ઓડિટ કરવા વાળી ગ્રાન્ટ થોર્નટને તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં ૬,૬૭૦ કરોડ રૂપિયાના કોભાંડ નોંધાવ્યા છે.

(3:52 pm IST)